રાજકોટ કોર્ટ, બેડી યાર્ડમાં હેલ્મેટ વિતરીત થયા : સિટીમાં જરૂરિયાત નહીં હોય? પોલીસને જો લોકોના જીવની જ ચિંતા હોય તો દંડના બદલે હેલમેટ આપી શકે!
રાજકોટ શહેરમાં હેલ્મેટફરજિયાતનો આરંભઆજથી થયો છે. પોલીસનો ઉદ્દેશ દંડ નહીં, લોકોની સુરક્ષા, જીવની જ ચિંતા હોય તો દંડ વસુલવાના બદલે હેલ્મેટપણ આપી શકે. 48 સ્થળે ચેકિંગ પોઈન્ટ્સ પર પોલીસનો કાફલો ઉઘાડા માથાધારી વાહનચાલકોની શોધમાં ખડેપગે છે. પોલીસે આવા પોઈન્ટ્સ પર થોડા દિવસ હેલ્મેટવિક્રેતાઓને અથવા પોલીસે પોતે જ નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે ટ-વ્હિલર સવારને સ્થળ પર જ દંડના બદલે હેલ્મેટખરીદવાનો ચાન્સ આપવો જોઈએ. જો દંડ વસુલીનો ટાર્ગેટ ન હોય અને જન સુરક્ષા જ પ્રથમ હશે તો પોલીસ આવું વ્યવહારૂ પગલું લાવીને વિરોધ, ઘર્ષણ ટાળી શકે.

રાજકોટ શહેરમાં ક્યાંક તો ખાડાઓ વચ્ચે માર્ગો છે. રોડ-રસ્તાની આવી અવદશા છે. હેલ્મેટફરજિયાત સામે વિપક્ષ કોંગ્રેસે તો અવાજ ઉઠાવ્યો છે, ઘણી ખરી સંસ્થાઓ, ખુદ મહાજન સંગઠન ચેમ્બર ઓફ કોમર્સે પણ શહેરમાં હેલ્મેટનિર્ણય મુલત્વી રાખવા માંગ ઉઠાવી છે. અન્ય ઘણીખરી સંસ્થાઓ, વકીલોનું એક મંડળ પણ હેલ્મેટસામે હકારાત્મક નથી. શહેરમાં હેલ્મેટની જરૂરિયાત નથી. આ માથું મારું છે, હેલ્મેટનહીં પહેરૂના પ્લેકાર્ડ સાથે ક્યાંક દેખાવ પણ થવા લાગ્યા છે.

સરકારના આદેશ સાથે રાજકોટમાં પોલીસ 48 જગ્યાઓ પર ટીમો બનાવીને ઉભી રહેવાની છે. ઉઘાડા માથે નીકળ્યો નથી કે અટકાવ્યો નથી, આવી સ્થિતિ રહેશે. સામે કદાચ વિરોધ કરવા વિપક્ષો, સંસ્થાઓ જો ઉતરશે તો ઘર્ષણ થવાની ભીતિ રહેશે જ અથવા તો સીધા 500, 1000 રૂપિયા આપવા પડશે, એ વાહન ધારકોને પણ નહીં ગમે કે આકરું લાગશે. ભલે નિયમ છે. પોલીસે નિયમનું પાલન કરાવવું રહ્યું. નિયમ તો લાંબા સમયથી છે જ છતાં શહેરી વિસ્તારોમાં પોલીસે, સરકારે વ્યવહારૂ માર્ગ અપનાવ્યો જ છે. હાઈ-વે પર હેલ્મેટફરજિયાત રાખી છે જેનો લોકોમાં વિરોધ પણ ન્હોતો. શહેરમાં ફરજિયાત અમલ કરાવાતા ઘૂંઘવાટ પ્રવર્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

દંડનો આશય નથી હેલ્મેટહોય તો અકસ્માત થાય તો માથાના ભાગે ઈજા ન થાય, જીવ બચી શકે તેવું પોલીસ અધિકારીઓનું કથન છે સાથે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે શહેરમાં નો એન્ટ્રી સમયે કે ઓવર સ્પીડમાં દોડતા ડમ્પરો, બસો કે ચાર ચક્રીય વાહનોના કારણે જ જીવલેણ અકસ્માતો વધુ થાય છે. તો પોલીસે આવા વાહનોની લાજશરમ છોડીને એ તરફ પણ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. ઓવર સ્પીડ કે તોતીંગ વ્હિલવાળા વાહનો સામે પણ લાલ આંખ થાય તો આપમેળે શહેરમાં જીવલેણ અકસ્માતો ઘટી જ જાય. કાયદાનું પાલન કરાવવાનો પોલીસનો આશય હોય માટે કાર્યવાહી કરે તે સારી વાત છે. સામે જ્રકી વલણ કે ઉક્તાઈ ન. દાખવાઈ તે પણ જોવું રહયું.
કોર્ટ, બેડી યાર્ડમાં હેલ્મેટ વિતરીત થયા તો સિટીમાં જરૂરિયાત નહીં હોય?
શહેર પોલીસ દ્વારા હેલ્મેટજાગૃતિ માટે શહેરની બહારના માર્ગ જામનગર રોડ પર આવેલી કોર્ટ તથા મોરબી રોડ પર બેડી યાર્ડમાં વકીલો તેમજ યાર્ડ આવતા ગ્રામ્ય વેપારીઓ, વ્યક્તિઓને નિઃશુલ્ક હેલ્મેટ(અન્યો પાસેથી દાન મેળવીને) અંદાજે બે હજાર જેવા વિતરીત કર્યા હતા. પોલીસે સિટીને જોડતા હાઈ-વે પર હેલ્મેટફરજિયાત માનીને ત્યાં નિઃશુલ્ક હેલ્મેટઆપ્યા હતા. તો મતલબ શું એવો નીકળે કે સિટી વિસ્તારના માર્ગોમાં હેલ્મેટની જરૂરિયાત નહીં હોય ?
