ચુંટણી પેહલા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 200 ઘટાડ્યા
લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે લોકોને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 200 નો ઘટાડો કરે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ રાહત સરકાર સિલિન્ડરમાં અથવા સબ સીડીના રૂપમાં પણ આપી શકે છે. અત્યારે ઘરેલુ સિલિન્ડરના ઊંચા ભાવને લીધે લોકોમાં દેકારો છે અને નારાજી છે ત્યારે ચુંટણીને ધ્યાને લઈને સરકાર લાલચ આપી શકે છે.
સરકાર ભાવ ઘટાડવા માટે ઊતાવળ એટલા માટે રાખી શકે છે કે રાજસ્થાન ,મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી ચુંટણીમાં પણ તેનો ફાયદો મળી શકે। આ રાજ્યોમાં ચાલુ વર્ષે જ નવેમ્બરમાં ચુંટણી થઈ શકે છે. આ ઊપરાંત તેલંગાણામાં પણ ચાલુ વર્ષે જ ચુંટણી થવાની છે.
વડા પ્રધાને 15 મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી મોંઘવારી ઘટાડવાના પગલાંની ખાતરી આપી હતી અને ચુંટણી પણ આવી રહી છે ત્યારે સરકાર લોકોને રાજી કરવા માંગે છે.