આ તારીખ જોવા મળશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો : સમગ્ર ભારતમાં ગ્રહણ નરી આંખે જોઈ શકાશે
દેશ-વિદેશમાં રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો થવાનો છે. સમગ્ર ભારતમાં લોકો આ ગ્રહણ નરી આંખે જોઈ શકશે. સાડા પાંચ કલાકનો અવકાશી નજારો નિહાળવા ખગોળપ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે દેશભરમાં ગ્રહણ નિહાળવા સંબંધી ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ તૈયારી આરંભી દીધી છે. રાજયમાં સ્વયં જાગૃતિ કેળવે તે સંબંધી અને મુંબઈ ખાતે જાથાની ટીમની હાજરી હોય ત્યાં નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :RMC દ્વારા અઢી કરોડ ચૂકવી મંગાવાયેલા જેટપેચર મશીનથી આ સપ્તાહથી ખાડા બૂરાશે : ત્રણેય ઝોનમાં સૌથી પહેલાં મોટા ખાડાનો ‘વારો’ લેવાશે
ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત 2081 ભાદરવા સુદ પૂનમ રવિવાર તા. 7 મી સપ્ટેમ્બર, 2025 કુંભ રાશિ તથા શતતારા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણસ્પર્શ 20 કલાક 58 મિનિટ 21 સેકન્ડ, ગ્રહણ સંમીલન 21 કલાક 57 મિનિટ 41 સેકન્ડ, ગ્રહણ મધ્ય 23 કલાક 41 મિનિટ 43 સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન 25 કલાક 26 મિનિટ 47 સેકન્ડ, ગ્રહણ મોક્ષ 26 કલાક 25 મિનિટ, પરમ ગ્રાસ 1.367 રહેશે. સંપૂર્ણ ગ્રહણ કાળ 5 કલાક 27 મિનિટનો રહેશે.
આ પણ વાંચો :રાજકોટમાં મુખ્યમાર્ગો, સર્કલોએ ઉભી રહેતી રિક્ષાઓ બસો, વાહનો બને છે ‘ટ્રાફિક સમસ્યા સર્જક’ : ટ્રાફિક સ્ટાફ ફોનમાં વ્યસ્ત
ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત આનંદ ભારતના લોકો જોઈ માણી શકાશે. નરી આંખે ઉપરાંત વિજ્ઞાન ઉપકરણથી આહલાદક જોવા મળશે. વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગકોક, જકાર્તા, બર્લિન, મોસ્કો, રોમ, ઢાકા, બુડાપેસ્ટ, સિંગાપોર, મેલબોર્ન, સિડની, ટોકિયો, બેઈઝીંગ, બ્રસલ્સ, પેરિસ, લંડન વિગેરે અનેક શહેરમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ અદભુત જોવા મળશે. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી મારફત ગ્રહણ નિદર્શન સાથે વેધાદિ નિયમો સુતક-બુતકનું
