ચાલતો-ફરતો કિલ્લો છે આ કાર જેમાં મોદી-પુતિને કરી ચર્ચા : ગોળી કે બોમ્બની પણ નથી થતી અસર,જાણો કિંમત-સેફટી ફીચર્સ
ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બનેલી એક અનોખી ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બન્યું એવું કે સમિટ પૂર્ણ થયા બાદ રિટ્ઝ-કાર્લટન હોટેલ ખાતે દ્વિપક્ષીય બેઠકો માટે બધા નેતાઓ માટે પ્રોટોકોલ મુજબ અલગ અલગ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો કે પુતિને મોદીની સાથે એક જ કારમાં જવાનો આગ્રહ રાખ્યો હતો અને બાદમાં બંને નેતાઓએ રિટ્ઝ-કાર્લટન હોટેલ સુધી એક સાથે કારમાં મુસાફરી કરી હતી.કાર ત્યાં પહોંચી ગયા પછી પણ બન્ને નેતાઓએ તેમાં જ બેઠા રહીને 45 મિનિટ સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખાસ વાત એ છે કે, પુતિને મોદી સાથે મુસાફરી કરવા માટે લગભગ 10 મિનિટ સુધી તેમની રાહ જોઈ હતી. SCO સમિટની મોદી અને પુતિનની આ તસવીર ચર્ચામાં છે એવી જ રીતે તેમની આ કાર પણ ચર્ચામાં છે ત્યારે ચાલો જાણીએ શું છે આ કારમાં ખાસ.

આ પણ વાંચો : મોદીનો દબદબો : PM મોદી-પુતિને કારમાં બેસીને 45 મિનિટ સુધી કરી ચર્ચા! પુતિને 10 મિનિટ રાહ જોઈ,ટ્રમ્પને લાગશે મરચાં
આ કાર પુતિનની રાષ્ટ્રપતિની ઓરસ લિમોઝીન હતી
વાસ્તવમાં, આ કાર પુતિનની રાષ્ટ્રપતિની ઓરસ લિમોઝીન હતી, જેના પર ચીને રાજદ્વારી નંબર પ્લેટ લગાવી હતી. ચીને પીએમ મોદી માટે એક લક્ઝરી કાર પૂરી પાડી હતી. પરંતુ પીએમ મોદીએ પુતિનની ઓફર સ્વીકારી અને બંને નેતાઓ સાથે તિયાનજિનમાં રિટ્ઝ-કાર્લટન હોટેલ ગયા. આ કાર રશિયાની પહેલી પૂર્ણ-કદની લક્ઝરી સેડાન છે.

ઓરસ સેનાટ: રશિયાની લક્ઝરી બુલેટપ્રૂફ લિમોઝીન
ઓરસ સેનાટ રશિયાની એક લક્ઝરી અને આર્મર્ડ લિમોઝીન છે, જેને ઘણીવાર ‘ફોર્ટ્રેસ-ઓન-વ્હીલ્સ’ કહેવામાં આવે છે. તે રશિયન ઓટોમોબાઈલ કંપની ઓરસ મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે, જે રશિયન સરકારી સંશોધન સંસ્થા NAMI, સોલર્સ JSC અને UAE ની તવાઝુન હોલ્ડિંગ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

રાષ્ટ્રપતિ પુતિનની સત્તાવાર કાર
2018 માં રજૂ કરાયેલી આ કાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તાવાર કાર છે. તે “કોર્ટેજ” પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી હતી, જે રશિયાના વૈભવી અને સુરક્ષા વાહનોના પોતાના પ્રોજેક્ટ છે. તેની ડિઝાઇન સોવિયેત યુગની ZIS-110 લિમોઝીનથી પ્રેરિત છે.
ઓરસ સેનેટ 2013 માં બનવાનું શરૂ થયું અને તેનું ઉત્પાદન 2021 માં યેલાબુગા (સોલર્સ JSC ફેક્ટરી) ખાતે શરૂ થયું. તે સૌપ્રથમ 2018 માં પુતિનના શપથ ગ્રહણ સમારોહમાં બતાવવામાં આવ્યું હતું. આ પછી, તેણે રશિયાના રાષ્ટ્રપતિ કાર તરીકે જર્મન કાર મર્સિડીઝ-બેન્ઝ S 600 ગાર્ડ પુલમેનનું સ્થાન લીધું.

રાજદ્વારી ભેટ પણ બની
આ કારનો ઉપયોગ ફક્ત રશિયામાં જ નહીં પરંતુ રાજદ્વારી સંબંધોમાં પણ થાય છે. 2024 માં, રશિયાએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ઓરસ સેનેટ કાર ભેટમાં આપી હતી.

સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ
રાષ્ટ્રપતિના ઉપયોગ ઉપરાંત, તેનું સિવિલિયન વર્ઝન પણ બનાવવામાં આવ્યું છે. દર વર્ષે તેના ફક્ત 120 યુનિટનું ઉત્પાદન થાય છે અને તેની કિંમત લગભગ 18 મિલિયન રુબેલ્સ (લગભગ 2.5 કરોડ રૂપિયા) છે. આગામી સમયમાં, કંપની તેના SUV અને વાન વર્ઝન પણ લોન્ચ કરશે અને ફેસલિફ્ટ મોડેલને બજારમાં લાવવાની તૈયારી પણ કરી રહી છે.
શક્તિશાળી એન્જિન અને પાવર
આ લક્ઝરી લિમોઝીનમાં 4.4-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V8 એન્જિન અને હાઇબ્રિડ સિસ્ટમ છે. તે લગભગ 598 hp અને 880 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. તેની ટોપ સ્પીડ લગભગ 160 કિલોમીટર પ્રતિ કલાક છે અને તે માત્ર 9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે.

સાઇઝ અને ડાઈમેન્શન
કારની લંબાઈ 5,630 મીમી, પહોળાઈ 2,000 મીમી અને ઊંચાઈ 1,700 મીમી છે. તેનો વ્હીલબેઝ 3,300 મીમી છે, જે તેને ખૂબ જ જગ્યા ધરાવતો અને શાહી દેખાવ આપે છે.
રશિયાની વૈભવી અને ઉચ્ચ સુરક્ષાવાળી લિમોઝીન
જે કારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે બેઠા જોવા મળ્યા હતા તે કાર ઓરસ સેનેટ હતી. તેને રશિયાની વૈભવી અને ઉચ્ચ સુરક્ષાવાળી લિમોઝીન કહેવામાં આવે છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાર ચીન દ્વારા પુતિનને આપવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઓરસ સેનેટ રશિયાની NAMI સંસ્થા દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, પુતિન ઘણીવાર મોટા કાર્યક્રમો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં આ કારનો ઉપયોગ કરે છે.
ગોળીઓ અને બોમ્બથી સલામતી
આ કાર સંપૂર્ણપણે બખ્તરબંધ બનાવવામાં આવી છે. આ કારની બોડી મલ્ટી લેયર કવચથી ઢંકાયેલી છે, જેમાં સ્ટીલ, સિરામિક્સ અને અન્ય ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે 7.62 mm રાઇફલની ગોળીઓ પણ તેમાં પ્રવેશી શકતી નથી. તેમાં રશિયાના BR5 અને યુરોપના VR10 સુરક્ષા ધોરણો છે. કારના ગ્લાસ ખૂબ જાડા છે જે મોટામાં મોટા હથિયારની ગોળીઓને પણ રોકી શકે છે. દરવાજા અને સાંધા એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે વિસ્ફોટકો કે ઝેરી વાયુઓ અંદર પ્રવેશી શકતા નથી.
સલામતીમાં શ્રેષ્ઠ અને વિસ્ફોટોથી રક્ષણ
કારના નીચેના અને ઉપરના ભાગને ખાસ પ્લેટોથી ઢાંકવામાં આવે છે, જે તેને IED, ગ્રેનેડ અથવા બોમ્બ જેવા હુમલાઓથી રક્ષણ આપે છે. કારનું માળખું એક જ ભાગમાં બનાવવામાં આવ્યું છે, જેના કારણે તે વિસ્ફોટ પછી પણ તૂટતું નથી અને અંદર બેઠેલા લોકો સુરક્ષિત રહે છે. ધ સનના અહેવાલ મુજબ, આ કારની કિંમત લગભગ 18 મિલિયન રુબેલ્સ (લગભગ 2.5 કરોડ રૂપિયા) છે
શક્તિશાળી એન્જિન
ઓરસ સેનેટમાં તમને 4.4 લિટર ટ્વીન-ટર્બો V8 હાઇબ્રિડ એન્જિન મળે છે, જે 598 એચપીની શક્તિ આપે છે. એટલું જ નહીં, ભારે વાહન હોવા છતાં, આ કાર ફક્ત 6 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે. તેના રન-ફ્લેટ ટાયર ફાટ્યા પછી પણ, કારને 80 કિમી/કલાકની ઝડપે સુરક્ષિત રીતે ચલાવી શકાય છે. આ ઉપરાંત, ઇંધણ ટાંકી ખાસ પોલિમરથી બનેલી છે, જે ગોળી વાગ્યા પછી પણ લીકેજ અથવા વિસ્ફોટને અટકાવે છે. આ કારમાં હવા શુદ્ધિકરણ સિસ્ટમ પણ છે, જે બહારથી આવતા ઝેરી વાયુઓ અને રાસાયણિક હુમલાઓ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત, ઓટોમેટિક ફાયર સપ્રેશન સિસ્ટમ એન્જિન અથવા કારની નીચે આગ ફાટી નીકળતાની સાથે જ આગને ઓલવી નાખે છે.
ખાસ સુવિધાઓ
આ કારમાં તમને ઘણી શક્તિશાળી સુવિધાઓ મળે છે. જેમ કે CCTV ઇન્ટિગ્રેશન, ઇન્ટરકોમ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને અલ્ટ્રા-સિક્યોર કોમ્યુનિકેશન નેટવર્ક પણ ઉપલબ્ધ છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઓરસ સેનેટ માત્ર એક કાર નથી, પરંતુ એક ફરતો કિલ્લો છે, જે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
