અફઘાનિસ્તાનના ભૂકંપે 2023ની યાદ તાજી કરી! 6.0ની તીવ્રતાના ભૂકંપમાં 622 લોકો ઊંઘમાં જ મોતને ભેટયા : ભારે તબાહી
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અફઘાનિસ્તાનમાં 6.0ની તીવ્રતાથી આવેલા શક્તિશાળી ભૂકંપથી અનેક ગામો તબાહ થઈ ગયા છે. આ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 622 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ઓછામાં ઓછા 1300 લોકો ઘાયલ થયા છે. શોધ અને બચાવ ટીમો આ વિસ્તારમાં પહોંચતાં મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની ધારણા છે.
Breaking News 😞
— Samina Hafeez Malik (@SaminaHMalik) September 1, 2025
In Afghanistan’s Kunar province, a powerful earthquake has caused widespread devastation. So far, at least 250 people have lost their lives and more than 500 have been injured across various districts.#Earthquake #Afghanistan #Kunar #PrayForAfghanistan 🤲 pic.twitter.com/SP5fUTErZx
1 સપ્ટેમ્બર, 2025ના રોજ, પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 622થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદ શહેરથી 27 કિલોમીટર પૂર્વમાં હતું. તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હતી. ભૂકંપને કારણે 622થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી
રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 હતી, જેના કારણે દિલ્હી સુધી ધરતી ધ્રુજી હતી. યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર નંગરહાર પ્રાંતના જલાલાબાદ નજીક હતું અને તેની ઊંડાઈ જમીનની સપાટીથી 8 કિલોમીટર નીચે હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
افغانستان:
— مومند Sana ullah (@ISullahMMD) August 31, 2025
حالیہ زلزلے کے باعث افغانستان کے صوبے کونڑ میں بڑی تعداد میں لوگ شہید ہوگئے اور کثیر مقدار میں زخمی ۔
بعض ذرائع کے مطابق پورے گاؤں ملبے تلے دب گیا 💔😭
اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِيْ#Kunar #earthquake #Afghanistan pic.twitter.com/UVN8w5004z
મોટાભાગના મૃત્યુ ઘરો તૂટી પડવાથી થયા
નાંગરહાર પ્રાંતના આરોગ્ય વિભાગના પ્રવક્તા અજમલ દરવેશે જણાવ્યું હતું કે સેંકડો લોકો માર્યા ગયા છે. મોટાભાગના મૃત્યુ ઘરો તૂટી પડવાથી થયા છે. પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું છે કે જલાલાબાદ અને આસપાસના ગામોમાં માટીના મકાનો તૂટી પડ્યા હતા.
આ પણ વાંચો : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ : પ્રથમવાર 400 ડ્રોનથી અદ્ભુત લાઇટ શો યોજાશે,ભક્તો માટે હેલ્પલાઈન નંબર જાહેર
ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુનાર પ્રાંતમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન સરહદની નજીક હોવાથી, ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ નુકસાન થયું નથી. અફઘાનિસ્તાનની દુર્ગમ ભૂગોળને કારણે બચાવ કામગીરી મુશ્કેલ છે.
Initial reports: 250 dead and 500 injured in #kunar, Afghanistan !#Afghanistan #AfghanistanEarthquake #kunar #Nangarhar #EarthQuake pic.twitter.com/uXKahHuYD6
— Shehzad Qureshi (@ShehxadGulHasen) September 1, 2025
તાલિબાન સરકારે રાહત ટીમો મોકલી હતી, પરંતુ યુએન અને અન્ય એજન્સીઓએ મદદની ઓફર કરી હતી. 2023ના ભૂકંપમાં 1500-4000 લોકો મૃત્યુ પામ્યા હતા. તેથી કહી શકાય કે હાલમાં અફઘાનિસ્તાનમાં આવેલો ભૂકંપ 2023ની યાદો તાજી કરે છે.
ભૂકંપનો ઇતિહાસ: આટલી વાર ભૂકંપ કેમ આવે છે?
અફઘાનિસ્તાન હિન્દુ કુશ ક્ષેત્રમાં આવેલું છે, જે ટેક્ટોનિક પ્લેટનો સક્રિય ક્ષેત્ર છે. અહીં ભારતીય પ્લેટ 39 મીમી/વર્ષની ઝડપે યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. છેલ્લા 10 વર્ષમાં, 300 કિમીની ત્રિજ્યામાં 6.0 થી ઉપરના 10 ભૂકંપ આવ્યા હતા. 2015 માં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ સૌથી ઘાતક હતો. 2023 માં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 1,500 લોકો મૃત્યુ પામ્યા હતા. નાંગરહાર અને કુનાર જેવા પૂર્વીય પ્રાંતો પાકિસ્તાન સરહદ પર છે, જ્યાં ફોલ્ટ લાઇન સક્રિય છે. આબોહવા પરિવર્તનને કારણે ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે.
