હિન્દી-ચીની ભાઈ-ભાઈ : સરહદ, સંબંધ અને આતંકવાદ સહિતના આ મુદ્દાઓ પર ભારત અને ચીન વચ્ચે ખુલ્લા મને વાટાઘાટો કર્યા
વિશ્વમાં ફેલાયેલી અનિશ્ચિતતા, યુધ્ધ અને ટ્રમ્પે શરૂ કરેલા વ્યાપારી તોફાન વચ્ચે ચીનમાં યોજાયેલી એસસીઓ સમિટમાં હાજરી આપવા ગયેલા વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે તીનજિયાંગ ખાતે ઐતિહાસિક દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. સમિટ પહેલા બંને નેતાઓએ ખુલ્લા મને વાટાઘાટ કરી હતી. એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મોદીએ સીમા પર શાંતિ, પરસ્પર સહયોગ અને સંવેદનશીલતાના આધારે સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
સાથે વડાપ્રધાને પાક સમર્થિત આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આતંક સામે સહિયારી લડાઈ જરૂરી છે અને તેની સામે કડકાઈથી કામ લેવાની આવશ્યકતા દેખાય છે. આતંકવાદ વૈશ્વિક ખતરો બનેલો છે. મોદીએ કહ્યું કે હું ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર માનું છું.
在天津上海合作组织峰会期间,我与习近平主席举行了富有成果的会晤。我们回顾了自上次喀山会晤以来印中关系的积极发展势头。我们一致认为保持边境地区的和平与安宁十分重要,并重申了在相互尊重、互利共赢和相互体谅的基础上加强合作的承诺。 pic.twitter.com/ughJElPTMW
— Narendra Modi (@narendramodi) August 31, 2025
એમણે વ વધુમાં કહ્યું કે ગયા વર્ષે કઝાનમાં અમારી ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. અમારા સંબંધોને સકારાત્મક દિશા મળી છે, સરહદ પર ડિસએન્ગેજમેન્ટ પછી, સરહદ પર શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. તેમણે કહ્યું કે અમારા ખાસ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ વ્યવસ્થાપન અંગે સંમતિ સધાઈ છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : New Rules in September: LPG, ક્રેડિટ કાર્ડથી લઈને પોસ્ટ ઓફિસ સુધી…આ 5 મોટા ફેરફાર તમારા ખિસ્સાને કરશે અસર, જાણો શું બદલાશે
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી રહી છે. અમારા સહયોગથી બંને દેશોના 2.8 અબજ લોકો પણ જોડાયેલા છે અને આ સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ પણ મોકળો થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પરસ્પર વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતાના આધારે અમે અમારા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
જિનપિંગ સાથે બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે અને બંને સહિયારા વિકાસ સાથે આગળ વધશે તેવી અપેક્ષા છે.
સીમા પર શાંતિ, સહયોગના આધારે સંબંધો મજબૂત બનશે; મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં શાંધાઈ શિખર સંમેલનમાં ભાગ લેવા ગયા છે. જ્યાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ પહોંચ્યા છે. રશિયા-ચીન અને ભારત એક મંચ પર આવતાં અમેરિકા અને પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળ્યો છે.
આ સમિટમાં ભાગ લેતાં પહેલાં જ રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાના બેવડા વલણની ટીકા કરી હતી. તેમણે અમેરિકાને આકરો સંદેશ આપ્યો છે કે, અમને અમેરિકાનો ભેદભાવયુક્ત પ્રતિબંધ સ્વીકાર્ય નથી.

પુતિને કહ્યું કે, ચીનના તિયાનજિનમાં શરૂ થયેલી શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં નવી તાકાત ઉમેરાશે. આ સમિટ સમકાલીન પડકારો અને જોખમોનો સામનો કરવાની SCOની ક્ષમતાને મજબૂત બનાવશે અને સંયુક્ત યુરેશિયન ક્ષેત્રમાં એકતાને વધુ મજબૂત બનાવશે. બેઇજિંગમાં સમિટ અને ચીનના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતની પૂર્વસંધ્યાએ પુતિને આ નિવેદન આપ્યું હતું.
ભારત, ચીને બદલાયેલી વૈશ્વિક સ્થિતિમાં સાથે આવવું જરૂરી;જિનપિંગ
ભારત સાથે હમેશા નકારાત્મક વલણ ધરાવતા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ટ્રમ્પના ટેરિફ તોફાન બાદ કુણા પડ્યા હોય તેમ રવિવારે એસસીઓ સમિટ પહેલા અહીં વડાપ્રધાન મોદી સાથે ઐતિહાસિક વાટાઘાટ કરી હતી. દુનિયાની નજર આ બેઠક તરફ મંડાઇ હતી.
બેઠકમાં જિનપિંગે કહ્યું, ‘વડાપ્રધાન મોદી, તમને મળીને ખૂબ આનંદ થયો. હું સમિટ માટે ચીનમાં તમારું સ્વાગત કરું છું. ગયા વર્ષે કાઝાનમાં અમારી સફળ મુલાકાત થઈ હતી. ‘આ વર્ષ ચીન-ભારત રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સંભાળવાની જરૂર છે. આપણે બહુપક્ષીયતા, બહુધ્રુવીય વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં લોકશાહી જાળવી રાખવાની આપણી ઐતિહાસિક જવાબદારીઓ પણ પૂરી કરવી પડશે.
જિનપિંગે કહ્યું, ‘દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ચીન અને ભારત બે ખૂબ જ પ્રાચીન સભ્યતાઓ છે. આપણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો છીએ અને ગ્લોબલ સાઉથનો પણ એક ભાગ છીએ. આવી સ્થિતિમાં, આપણા માટે મિત્ર બનવું, સારા પડોશી બનવું અને ડ્રેગન અને હાથીનું એક સાથે આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
એમણે વધુમાં કહ્યું કે બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સંભાળવા પડશે. આ સાથે, આપણે એશિયા અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ. જિનપિંગે એમ પણ કહ્યું કે બંને દેશ એકબીજા માટે ખતરો નથી. બંને સાથે મળીને વિકાસનો અવસર પામી શકે છે.
એમણે કહ્યું કે, ભારત અને ચીન બંને સભ્યતામય દેશ છે અને બંનેની સહિયારી દોસ્તી એશિયા સહિત દુનિયાની શાંતિ માટે પણ આવશ્યક છે. બંને દેશ સાથે ઘણું કામ કરી શકે છે અને આગળ વધી શકે છે.
