અમેરિકન કોર્ટ તરફથી ટ્રમ્પને મોટો ઝટકો : મોટાભાગના ટેરીફને ગેરકાયદે ગણાવ્યા, ટ્રમ્પે કહ્યું-અમેરિકાનો વિનાશ…
અમરિકાએ ભારત ઉપર 50 ટકા ટેરીફ લાગુ કરીને ભારતને દબાવવાનો જે પ્રયાસ કર્યો. ટેરિફના કારણે ભારતના અનેક ક્ષેત્રને અસર પણ થઈ છે. ભારતની સાથે બીજા અનેક દેશોમાં ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યો છે ત્યારે ટેરિફને લઈને ટ્રમ્પને US કોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. અમેરિકન કોર્ટે ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યો છે ત્યારે આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું- આ નિર્ણય દેશને બરબાદ કરી દેશે.
ભારત પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો
ભારત માટે સંભવિત રાહતમાં, અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ટ્રમ્પ પાસે આવા ટેરિફ લાદવાની વ્યાપક સત્તાઓ નથી. જોકે, કોર્ટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેથી ટ્રમ્પ વહીવટીતંત્રને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક મળી શકે.
આ પણ વાંચો : VIDEO : PM મોદીએ જાપાનમાં બુલેટ ટ્રેનમાં ઈશિબા સાથે મુસાફરીની મોજ માણી : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે આ જ ટ્રેન
આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આદેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને કહ્યું કે ભવિષ્યમાં પણ તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને ખોટો અને પક્ષપાતી ગણાવ્યો અને કહ્યું કે જો તેને આ રીતે રહેવા દેવામાં આવશે, તો આ નિર્ણય અમેરિકાનો નાશ કરશે. અમે સુપ્રીમ કોર્ટની મદદથી આપણા રાષ્ટ્રના હિતમાં ટેરિફનો ઉપયોગ કરીશું.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર : રિયાસીમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત
ટ્રમ્પે કોર્ટના નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “બધા ટેરિફ હજુ પણ સ્થાને છે. આજે એક ખૂબ જ પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું છે કે અમારા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે. જો આ ટેરિફ ક્યારેય દૂર કરવામાં આવે છે, તો તે દેશ માટે એક મોટી આફત હશે.”
ટ્રમ્પ પ્રસાશન સુપ્રીમ કોર્ટનો આશરો લેશે
તેમણે વધુમાં કહ્યું કે મજૂર દિવસના સપ્તાહના પ્રારંભમાં, આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે ટેરિફ એ આપણા કામદારોને મદદ કરવાનો અને અમેરિકામાં શ્રેષ્ઠ ઉત્પાદનો બનાવતી કંપનીઓને ટેકો આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા વર્ષોથી આપણા બેદરકાર અને મૂર્ખ રાજકારણીઓએ આપણા વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. હવે, અમેરિકાની સુપ્રીમ કોર્ટની મદદથી, આપણે તેનો (ટેરિફ) ઉપયોગ આપણા રાષ્ટ્રના હિતમાં કરીશું અને અમેરિકાને ફરીથી સમૃદ્ધ, મજબૂત અને શક્તિશાળી બનાવીશું.
