‘પતિ પત્ની ઔર વો 2’ના સેટ પર બબાલ : પ્રયાગરાજમાં સ્ટાફ સાથે મારપીટ,આયુષ્માન-સારાનો ઝધડો પણ VIDEOમાં કેદ
બોલિવૂડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેમની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો 2’નું શૂટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મની ટીમ અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે. આ ઘટના બાદ શૂટિંગ સ્થળ પર અંધાધૂંધી મચી ગઈ હતી.
પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી
પ્રયાગરાજમાં ‘પતિ પત્ની ઔર વો 2’નું શૂટિંગ શરૂ થયું છે. કેટલાક વાયરલ વીડિયો અનુસાર, લોકોનું એક જૂથ ફિલ્મ ક્રૂના સભ્યો પર હુમલો કરતા જોવા મળે છે, ત્યારબાદ પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ક્લિપ, જે હવે ઓનલાઈન શેર થઈ રહી છે . ફૂટેજમાં અથડામણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, પરંતુ ઝઘડાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
Fight During Shooting of Pati Patni aur Wo 2
byu/bollyfanboi inBollyBlindsNGossip
કલાકારો અને ક્રૂની સલામતી અંગે ચિતા વ્યક્ત કરી
તાજેતરમાં શૂટિંગ દરમિયાન એક ઘટના બની જેનાથી ત્યાં અરાજકતા સર્જાઈ ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં ફિલ્મની ટીમ અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે ઝઘડો જોવા મળે છે. રેડિટ પરના વીડિયોમાં, કેટલાક લોકો ફિલ્મ ક્રૂના સભ્યો પર હુમલો કરતા જોવા મળે છે, ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને સ્થળ પર પહોંચવું પડયું છે. આ ઘટનાએ કલાકારો અને ક્રૂની સલામતી અંગે ચિતા વ્યક્ત કરી છે. લડાઈનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો : પિતા બન્યા પછી સિદ્ધાર્થ મલ્હોત્રાનું શેડ્યૂલ બદલાયું : એક્ટરે કહ્યું,’ ડાયપર પણ બદલે છે,દીકરી જન્મ બાદ નિભાવે છે આ જવાબદારી
Wifey Patni Sara Angry with Her in Pati Patni aur wo 2 Shooting
byu/bollyfanboi inBollyBlindsNGossip
સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના વચ્ચે ઉગ્ર દલીલ
આ સાથે, બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સારા અલી ખાન અને આયુષ્માન ખુરાના વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી રહી છે. વીડિયોમાં, બંને એક કારમાં બેઠા છે અને આયુષ્માન પોતાની વાત પર ભાર મૂકવા માટે હાથનો ઉપયોગ કરી રહ્યો છે. આ કદાચ ફિલ્મનો એક દ્રશ્ય છે અને બંને ક લાક ારો વચ્ચે કોઈ વાસ્તવિક ઝઘડો નથી.
