ટેરિફ ઇફેક્ટ: સુરત અને નોઇડાના ટેકસટાઇલ યુનિટોમાં ઉત્પાદન ઠપ્પ,50% ટેરિફથી નિકાસ ઉદ્યોગ ઘેરા સંકટમાં
ભારતીય માલ પર 50 ટકા સુધીના ઊંચા ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયની ભારતના નિકાસ ઉદ્યોગો પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્ર સંકટમાં આવી ગયા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના પ્રેસિડેન્ટ એસ. સી. રાલ્હને જણાવ્યું કે, આ નિર્ણયથી ભારતની અમેરિકા ખાતેની નિકાસના 55 ટકા માલ (લગભગ 47-48 અબજ ડોલર) પર 30-35 ટકાનો ખર્ચ વધારો થશે, જેનાથી ભારતીય ઉત્પાદનો ચીન, વિયેતનામ, કંબોડિયા, ફિલિપાઇન્સ અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશો સામે સ્પર્ધામાં પાછળ રહી જશે.
આ પણ વાંચો : ફ્લેટ ભાડે રાખી MD ડ્રગ બનાવીને સપ્લાય કરતી ગેંગનો પર્દાફાશ : પોલીસે દોરોડો પાડીને રો-મટિરિયલ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
ટેરિફની અસર શરૂ થઈ ગઈ છે. સુરત, તિરુપુર અને નોઇડાના ટેક્સટાઇલ અને એપેરલ ઉત્પાદકોને વધતા ખર્ચ અને ઘટતી સ્પર્ધાત્મકતાને કારણે ઉત્પાદન બંધ કરવું પડ્યું છે. આ ક્ષેત્રે ભારતના નિકાસકારો વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા ઓછા ખર્ચવાળા દેશો સામે હરીફાઇમાં હારી રહ્યા છે. ચર્મ ઉદ્યોગ, ઝીંગા, સિરામિક્સ, રસાયણો, હેન્ડીક્રાફ્ટ્સ અને કાર્પેટ જેવા શ્રમ-આધારિત નિકાસ ક્ષેત્રો પણ યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા અને મેક્સિકોના ઉત્પાદકો સામે સ્પર્ધામાં નબળા પડી રહ્યા છે.
આ પણ વાંચો : સંમતિથી સેક્સ કર્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરવો એ દુષ્કર્મ નથી : સુરત કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, યુવક નિર્દોષ જાહેર
રાલ્હને ચેતવણી આપી કે, આ સંકટથી ઓર્ડર રદ થવાનું, વિલંબ થવાનું અને ઓછા ખર્ચનો ફાયદો ગુમાવવાનું જોખમ વધ્યું છે. તેમણે સરકાર પાસે તાત્કાલિક સહાયની માગણી કરી હતી જેમાં નીચા દરે ધિરાણ, એમએસએમઇ માટે સરળ ધિરાણની સુવિધા, લોનના મુદ્દલ અને વ્યાજની ચુકવણી પર એક વર્ષનો મોરેટોરિયમ, પીએલઆઈ યોજનાઓનું વિસ્તરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોલ્ડ-ચેઇન સુવિધાઓમાં રોકાણ તેમજ અન્ય દેશો સાથે યુરોપ, મુક્ત વેપાર કરારો (FTAs)ને પ્રાથમિકતા આપવાનો સમાવેશ થાય છે.
FIEOના સૂચનો
- નીચા દરે ધિરાણ: એમએસએમઇ માટે સરળ ધિરાણ અને ઓછા વ્યાજ દરો.
- લોન મોરેટોરિયમ: લોનના મુદ્દલ અને વ્યાજ પર એક વર્ષનો મોરેટોરિયમ
- PLI યોજનાઓનું વિસ્તરણ: શ્રમ-આધારિત ક્ષેત્રો માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ. **ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ: કોલ્ડ-ચેઇન અને સ્ટોરેજ સુવિધાઓનું નિર્માણ.
- મુક્ત વેપાર કરારો: યુરોપ, ઓમાન, ચિલી, પેરુ, જીસીસી, આફ્રિકા અને લેટિન અમેરિકા સાથે મુક્ત વેપાર કરાર
