સમાધાન કેમ નથી કરતાં તેવું કહી રાજકોટ કોર્ટમાં હત્યાના આરોપીએ ફરિયાદી માતા-પુત્રને ફડાકા ઝીંકી દીધા
રાજકોટ સેશન્સ કોર્ટમાં ફરી એક વાર મારામારીની ઘટના સામે આવી છે. માલવીયા ફાટક પાસે થયેલી હત્યાના કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ ફરિયાદી માતા-પુત્રને કોર્ટ પરિસરમાં જ ફડાકા ઝીં કી દઈ મારી નાખવાની ધમકી આપી છે.ઘટના અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. વિગતો મુજબ, માલવીયા ફાટક પાસે નારાયણ નગર શેરી નં. 10માં રહેતા ફરિયાદી વિકી સુરેશભાઈ સોલંકીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 11 મહિના પહેલા તેના પિતા સુરેશભાઈ દુલાભાઈ સોલંકીની હત્યા થઈ હતી.
આ પણ વાંચો : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે પારણું બંધાશે : લગ્નના 2 વર્ષ બાદ કપલે ક્યૂટ પોસ્ટ શેર કરીને આપ્યા પ્રેગ્નેન્સીના ન્યૂઝ
આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલે છે. 30 જૂન 2025ના સવારે 11 વાગ્યે નવી કોર્ટ બિલ્ડિગના બીજા માળે કોર્ટ નં. 207 બહાર વિકી અને તેના પરિવારના સભ્યો હાજર હતા. ત્યાં જ હત્યાના આરોપી શૈલેષભાઈ ભીમાભાઈ સોલંકી, જેને હોઈકોર્ટે 24 જાન્યુઆરી 2025ના જામીનમુક્ત કર્યો હોય તે પણ મુદ્દત માટે આવ્યો હતો. વિકીના જણાવ્યા મુજબ, શૈલેષે સમાધાન કરવા માટે કહ્યું અને જ્યારે વિકીએ ઇનકાર કરતાં ગાળો આપી અને થપ્પડ મારી હતી.
ઝઘડો થતા વિકીની માતા ગીતાબેન વચ્ચે પડતા શૈલેષે તેમને પણ થપ્પડ મારી અને વિકીનું ગળું પકડીને કહ્યું કે, કે, ‘તને પણ તારા બાપની જેમ મારી નાખીશ.’ આ પછી ત્યાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા.ઘટના અંગે વિકીએ પોલીસમાં અરજી કર્યા બાદ પોલીસ તપાસના અંતે આખરે ગુનો નોંધાયો હતો.
