હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી: સપાના નેતા સ્વામીપ્રસાદનો બકવાસ
બ્રાહ્મણવાદના મૂળિયાં ખૂબ ઊંડા છે, બધી વિષમતાઓનું કારણ તે જ છે
સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામીપ્રસાદ મૌર્યે ભારે વિવાદ પેદા કરતું નિવેદન કરીને એવો બકવાસ કર્યો છે કે હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી. આ કેવળ ધોખો છે. સાચા અર્થમાં આ બ્રાહ્મણ ધર્મ છે.
એમને કહ્યું છે કે બ્રાહ્મણવાદના મૂળિયાં ખૂબ ઊંડા છે અને બધી વિષમતાઓનું કારણ પણ તે જ છે. બ્રાહ્મણ ધર્મને હિન્દુ ધર્મ કહીને દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકોને પોતાના ધર્મની જાળમાં ફસાવવાનું કાવતરું છે.
લખનૌમાં સ્વામી એક ધાર્મિક કાર્યક્રમમાં સંબોધન કરીરહ્યા હતા ત્યારે એમને આ પ્રકારનું વિવાદિત નિવેદન કર્યું હતું. એમને કહ્યું કે જો હિન્દુ ધર્મ હૉત તો આદિવાસીઓનું સન્માન પણ હૉત. દલિતોનું સન્માન પણ હૉત.
