ઝેલેનસ્કી સાથેની બેઠકમાં ટ્રમ્પે શાંતિના નામે કર્યો સોદો : યુક્રેનને 90 અબજ ડોલરના શસ્ત્ર વેચશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક મુદ્દે વિગતો રજૂ કરતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે, વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓ સાથે થયેલી વાતચીતમાં યુક્રેન માટે 90 અબજ ડોલરના અમેરિકન હથિયાર ખરીદવાની યોજના સામેલ છે. આ ખરીદી યુરોપિયન ફંડ મારફત થશે. જે યુક્રેનની સુરક્ષા ગેરેંટીનો હિસ્સો બનશે. આમ ટ્રમ્પ કામના પણ દામ વસૂલે છે અને શાંતિના નામે સોદા કરે છે. યુક્રેનને સલામતીની ગેરંટી ભારે મોંઘી પડશે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સોમવારે કહ્યું કે, સુરક્ષા ગેરેંટીનો એક હિસ્સો યુક્રેનમાં ડ્રોનનું નિર્માણ કરશે, જેમાંથી અમુક અમેરિકા દ્વારા ખરીદવામાં આવશે. આ 90 અબજ ડોલરની આ ડીલમાં 50 અબજ ડોલરના ડ્રોન ઉત્પાદન પણ સામેલ છે. હજુ આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ ઔપચારિક કરાર થયો નથી. આગામી એકથી દોઢ સપ્તાહમાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
I think this moment was far more important than we realize.
— Clandestine (@WarClandestine) August 18, 2025
While Trump has NATO leaders and Zelensky in a photo op, he directs their attention to a painting from that day in Butler.
And all the leaders look like they just saw a ghost.
Does Trump know who tried to kill him? pic.twitter.com/MEVSNhb3ig
ઝેલેન્સ્કી અને ટ્રમ્પે વ્હાઈટ હાઉસની મુલાકાત પહેલાં એક પ્રસ્તાવ પેકેજ તૈયાર કર્યું હતું. આ પેકેજ ટ્રમ્પના અમેરિકી ઉદ્યોગના આર્થિક ફાયદાઓ પર ભાર મૂકે છે. ટ્રમ્પે ભવિષ્યની સહાયતા અંગે સ્પષ્ટતા કરી હતી કે, અમે કંઈપણ સેવા મફત આપી રહ્યા નથી, અમે હથિયાર વેચી રહ્યા છીએ. સ્થાયી શાંતિ સ્થાપિત કરી મજબૂત સુરક્ષા માળખું તૈયાર કરવા પર ભાર મૂકાયો છે. જે ભવિષ્યમાં થનારા યુદ્ધને રોકશે.
સોમવારે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને યુરોપના સાત નેતાઓ વચ્ચે એક લાંબી બેઠક થઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ નેતાઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે, ટ્રમ્પ ભીષણ યુદ્ધનો અંત લાવવાના પોતાના ચૂંટણી વચનો પર પુરજોશમાં કામ કરી રહ્યા છે. આ બેઠકમાં તમામ લોકો ખુશ હતા.
