VIDEO : નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં મોટી દુર્ઘટના : રાઇડ નીચે પટકાતા બે બાળક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત, બુમાબુમના દ્રશ્યો સર્જાયા
જન્માષ્ટમીના અવસરે ગુજરાતમાં અનેક સ્થળોએ લોકમેળા યોજવામાં આવતા હોય છે ત્યારે નવસારીમાં લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. નવસારીના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં 20 ફૂટ ઊંચી રાઇડ નીચે પટકાતા બે બાળક સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે સુરત અને વલસાડની એફએસએલ ની ટીમ તપાસ કરશે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ તેમજ ફાયરના જવાનો તુરંત બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
नवसारी के बिलिमोरा में मेले में टूटी राइड्स।
— Naresh Parmar (@nareshsinh_007) August 18, 2025
राइड्स तूटने का #LiveVideo आया सामने।#MeLa #viralvideo #Gujarat #Navsari pic.twitter.com/lZXwdEzxf8
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના નવસારીના બીલીમોરાના ગણદેવીના મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં રાઈડ તૂટી પડતા 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ મચી જવા પામી હતી. લોકો પોતાના બાળકો સાથે પરિવાર સાથે રજાનો આનંદ લેવા, પરિવાર સાથે મોજ માનવ આવ્યા હતા ત્યારે અચાનક 20 ફૂટ ઊંચી રાઈડ તૂટી પડતા લોકોમાં ભયનો મહિલા જોવા મળ્યો હતો આ ખૌફનાક ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં લોકો બુમાબુમ કરતા નજરે પડી રહ્યા છે. લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં રાઈડ સંચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો તેની ગંભીર હાલત હોવાથી તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છેઘટનાને પગલે તાત્કાલિક તમામ રાઈડ બંધ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : કોહલીનું ‘વિરાટ’ આંતરરાષ્ટ્રીય કરિયર : આજના દિવસે જ શરૂ થઇ હતી ક્રિકેટની કારકિર્દી, જાણો શા માટે 18 નંબર છે ખાસ?

મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા લેવામાં આવી
સોમનાથ મંદિર ટ્રસ્ટે આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેમણે માત્ર મેદાન ભાડે આપ્યું હતું. રાઈડની ટેકનિકલ ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત તંત્રની હતી. એજન્સીના પ્રોપ્રાઇટર વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે. મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. એજન્સીએ પ્રથમ વખત બીલીમોરા મેળામાં સાત અલગ-અલગ રાઈડ માટે પરવાનગી મેળવી હતી.
આ પણ વાંચો : PM મોદીના આ એલાનથી શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં 1000થી વધુ પોઇન્ટનો ઉછાળો, 10 સેકેન્ડમાં 5.77 લાખ કરોડની કમાણી
સુરત-વલસાડની FSL ટીમ તપાસ કરશે
બીલીમોરામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકમેળો આયોજિત કરાયો. જ્યાં ગત રાત્રીએ જ મેળામાં ટોરાટોરા રાઈડ અચાનક તૂટી પડી. દુર્ઘટનામાં 2 મહિલા, બે સગીર અને રાઈડ સંચાલક ઈજાગ્રસ્ત થયા. મેળામાં ટાવર રાઈડમાં બાળકો અને લોકો બેઠાં હતા. અચાનક રાઈડ 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતા લોકમેળામાં આનંદ કિલ્લોલ વચ્ચે લોકોની બૂમાબૂમ અને ચીસાચીસ થવા લાગી હતી ત્યારે આ મામલે નવસારી જિલ્લા પોલીસે ઘટનાની તપાસ માટે FSL ટીમને બોલાવી છે. સુરત અને વલસાડથી FSL ટીમ તપાસ માટે આવશે. નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેક્નિકલ કમિટીની રચના કરવામાં આવી છે.
