ભારતમાં જી-૨૦ની બેઠક : અમેરિકા 60 અને ચીન ૪૫ ગાડીઓ કાફલો લાવશે
9 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયન અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને VVIP મહેમાનો આવશે
નવી દિલ્લીમાં ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન G-20 શિખર સંમેલન યોજાશે. જેમાં ભાગ લેવા 19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયન અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ ઉપરાંત અન્ય VVIP મહેમાનો નવી દિલ્લી આવશે. મહેમાનોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે, તેની સાથે ટ્રાફિક ડાયવર્ઝન પણ અમલમાં રહેશે. સુરક્ષા એજન્સીઓ એ પ્રશ્ન સાથે પણ ઝઝૂમી રહી છે કે દરેક મહેમાન દેશ માટે કારકેડના ભાગરૂપે કેટલા વાહનો હોઈ શકે.
એક અખબારી અહેવાલ મુજબ અમેરિકાએ પોતાની 75-80 ગાડીઓ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ચીને કહ્યું કે તે 46 વાહનો લાવશે. તુર્કી, યુએઈ, યુરોપિયન યુનિયન અને ફ્રાંસના પ્રતિનિધિઓ તેમની કાર લાવવાની યોજના બનાવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે આટલા મોટા કાફલાથી ઉભી થનાર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પ્રસ્તાવ મૂક્યો છે કે યુએસ અને ચીન વાહનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે, આ અંગે વિદેશ મંત્રાલય (MEA) એ મહેમાન દેશોને જાણ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ચર્ચાઓ બાદ અમેરિકાના અધિકારીઓ 60 વાહનો લાવવા પર સંમત થયા હતા, જ્યારે ચીન સાથે હજુ પણ ચર્ચાઓ ચાલુ છે.
VVIP માટે સજ્જતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે થોડા દિવસો પહેલા યોજાયેલી સંકલન બેઠકમાં કારના કાફલા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મત્રાલયના પ્રોટોકોલ ચીફની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ મંત્રાલય, વિદેશ વિભાગ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો.
