રાજકોટમાં GST અપીલ ટ્રીબ્યુનલ ડિસેમ્બરથી શરૂ થઈ જશે : 500થી વધુ કેસનું જલ્દીથી નિરાકરણ આવે તેવી આશા
GSTનાં 7 વર્ષ બાદ રાજકોટમાં અપીલ ટ્રીબ્યુનલ ડિસેમ્બરથી શરૂ થઈ જશે જે નિર્દેશ જી.એસ.ટી.એ આપ્યો છે.અપિલેટ ટ્રીબ્યુલેટનાં પ્રેસિડેન્ટ તરીકે સંજય કુમાર મિશ્રાની નિયુક્તિ કરાઈ છે.વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોની લાંબા સમયની માંગણી બાદ આખરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સીસ દ્વારા સ્વીકારી લેવાય હતી.

રાજકોટમાં આ અપીલ ટ્રીબ્યુનલ ક્યારથી શરૂ થશે..? તે અંગે અનેક અટકળો વચ્ચે GSTનાં સૂત્રોએ આગામી ડિસેમ્બરમાં ટ્રીબ્યુનલ ઘમઘમશે તેવી સંભાવના દર્શાવી છે.રાજકોટનાં અયોધ્યા ચોકમાં આવેલ આર.કે.આઇકોનીકમાં કોર્ટ માટે જગ્યા ફાળવાય છે.જ્યાં કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Jolly VS Jolly : Jolly LLB 3નું ટીઝર રીલિઝ, અક્ષય અને અરશદ વારસી આવશે આમને-સામને, કોર્ટમાં થશે જંગ
રાજકોટને GST અપીલેટની બેન્ચ મળતાં હાલમાં 500થી વધુ કેસ જે અપીલમાંથી બહાર આવી ગયા છે જે ટ્રીબ્યુનલના કારણે પેન્ડિંગ છે.તેનો નિકાલ આવશે તેવી આશા ટેક્સ પ્રેક્ટિશનરોને છે.રાજકોટમાં અપીલેટ ટ્રીબ્યુનલ આવી જતાં હાઇકોર્ટેમાં કેસનું ભારણ ઘટશે.
રાજકોટનાં જાણીતાં સી.એ.એ જણાવ્યું હતું કે,જેમ ઇન્કમટેક્સમાં ટ્રીબ્યુનલ છે એટલે કાયદાની જટિલતા દૂર થાય છે એવી જ રીતે GSTમાં અપીલ ટ્રીબ્યુનલ શરૂ થઈ જાય તો GSTમાં અનેક ગુંચવણ અને વિસંગતતાઓ ભરેલી છે તે દૂર થશે. અત્યાર સુધી ટ્રિબ્યુનલ શરૂ ના થઈ હોવાથી હાઇકોર્ટમાં રીટપિટિશન ફાઇલ થતી જેનાં લીધે હાઇકોર્ટેમાં GSTનાં કેસનું ભારણ રહે છે.જે દૂર થઈ જશે.રાજકોટ ટ્રીબ્યુનલ માટે 4 સભ્યોની કમિટી બનશે.
