ડેંગ્ય-મેલેરિયા ક્યાંથી ઘટે? રાજકોટમાં 2726 ઘરમાંથી મચ્છરના પોરા મળ્યા,476 ઘરને નોટિસ ફટકારાઇ
રાજકોટમાં મચ્છરોને નેસ્તોનાબૂદ કરી ડેંગ્યુ-મેલેરિયા સહિતના રોગચાળાને કાબૂમાં કરવા માટે મહાપાલિકા દ્વારા ‘વન-ડે વન-વોર્ડ’ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.1,2 અને 4માં મચ્છર ઉત્પતિ કેન્દ્ર સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 2726 ઘરમાંથી મચ્છરના પોરા મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 476 ઘરને નોટિસ ફટકારવામાં આવી હતી તો 274 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વોર્ડ નં.1માં 21673 ઘરની મુલાકાત લઈ 101224 પાત્રો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 1003 ઘરમાં પોરા જોવા મળ્યા હતા. આ વોર્ડના ૬૭૯ ઘરમાં ફોગિંગ કરાયું હતું તો 126 આસામીને નોટિસ અપાઈ હતી જ્યારે 26 લોકોના લોહીના નમૂના લેવાયા હતા. વોર્ડ નં.2માં 18139 ઘરની મુલાકાત લઈ 75169 પાત્રો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 791 ઘરમાં પોરા જોવા મળતાં તેને નાશ કરી 405 ઘરમાં ફોગિંગ કરાયું હતું. અહીં 270 જેટલા બિનરહેણાક એકમની પણ તપાસ કરવામાં આવી હતી તો 201 લોકોને નોટિસ અપાઈ હતી. જ્યારે 132 લોકોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : તમારા વિસ્તારના પોલીસકર્મીઓ કેવા છે? ગૃહ વિભાગ કાઢી રહ્યું છે પોલીસ અધિકારીઓની કુંડળી!
વોર્ડ નં.4માં 21808 ઘરની મુલાકાત લઈ 102607 પાત્રો ચકાસી ૯૩૨ ઘરમાં પોરા જોવા મળતાં નાશ કરી 609 ઘરમાં ફોગિંગ કરાયું હતું. અહીં મચ્છર ઉત્પતિ બદલ 149 આસામીર્ને નોટિસ અપાઈ હતી તો 116 વ્યક્તિના લોહીના નમૂના લેવાયા હતા.
