100 ટકા ઇથેનોલથી ચાલનારી કાર બે દિવસ બાદ લોન્ચ થશે, ઇન્તેજારનો અંત
કારની દુનિયામાં આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. તમને દર સપ્તાહે કાઈક નવું જાણવા મળે જ છે. આ પ્રક્રિયા ચાલુ જ રહવાની છે અને તમારે પણ તૈયારી રાખવાની છે. હવે આપણે બે ડગલાં આગળ વધી ગયા છીએ.
તમને જાણીને ખુશી થશે કે બે દિવસ બાદ હવે 100 ટકા ઇથેનોલથી ચાલનારી કાર લોન્ચ થવાની છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 29 મી તારીખે લોન્ચ કરવાના છે. તમને યાદ હોય તો પાછલા વર્ષે હાઈડ્રોજન ઇંધનથી ચાલતી કાર લોન્ચ થઈ હતી. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ કારનું ટેસ્ટ ડ્રાઇવિંગ દીલ્હીમાં કર્યું હતું.
ટોયોટાની આ 100 ટકા ઇથેનોલવાળી કાર ધૂમ મચાવશે તેવી આશા છે. દેશમાં કારના શોખીનોનો મોટો વર્ગ હમેશા રહ્યો છે અને આ કાર આકર્ષણ પેદા કરવાની જ છે તેમ બધા માને છે.
પેટ્રોલિયમના આયાત માટે ખર્ચ થતી જંગી વિદેશી મુદ્રા બચાવી શકાય છે તેવો સરકારનો ઇરાદો જાણીતો છે. જો આપણે સાચા અર્થમાં આત્મનિર્ભર બનવા માંગી છીએ તો આ તેલ આયાતને શૂન્ય પર લાવવું પડશે. અત્યારે તેની માત્રા 16 લાખ કરોડ છે. આ બધુ અર્થતંત્ર માટે ઘાતક છે. વળી આપણા દેશમાં પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા છે.