ગંભીરા બ્રિજ દુર્ઘટના : લટકતી ટેન્કરને ઉતારવા બલૂન ટૅક્નોલૉજીનો ઉપયોગ,કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી, જુઓ વિડીયો
વડોદરામાં એક મહિના પહેલા ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી જેમાં 21 લોકોના મોત નિપજ્યા હતા.ગંભીરા પુલનો એક ભાગ 9 જુલાઈના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા અને તપાસના આદેશ દેવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતના લગભગ એક મહિના પછી, તૂટી ગયેલા પુલ પર લટકેલા ટેન્કરને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી ટેન્કર નદીમાં ન પડે અને તે સુરક્ષિત રીતે બીજા કાંઠે પહોંચી જાય. આ કામગીરી માટે બલૂન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિંગાપોરની ટીમ પણ કામગીરીમાં જોડાઈ છે.
#WATCH | Gujarat: Operation to retrieve a truck that was stuck on Gambhira bridge in Anand since the bridge collapsed on July 9, 2025, is being carried out today. Twenty people died when the bridge collapsed.
— ANI (@ANI) August 5, 2025
Anand DC Praveen Choudhary said, "It was difficult to rescue the… pic.twitter.com/0ht1vGrf2F
બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને દૂર કરવામાં આવશે
કેપ્સ્યુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને દૂર કરવામાં આવશે કારણ કે જે જગ્યાએ ટ્રક લટકતી હોય છે, ત્યાં થોડી ભૂલ થાય તો તે મહિસાગર નદીમાં પડી જવાનો ભય રહે છે. આ જ કારણ છે કે વહીવટીતંત્ર દરેક પગલા સાવધાનીપૂર્વક લઈ રહ્યું છે. ગયા મહિને 9 જુલાઈના રોજ સવારે આણંદ-વડોદરાને જોડતો પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીના જણાવ્યા અનુસાર, ટ્રકને બચાવવી ખૂબ જ મુશ્કેલ હતી. તેથી, બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી, હવે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા ટેન્કરને દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આમાં હાઇડ્રોલિક સ્ટેન્ડ જેકનો ઉપયોગ કરવામાં આવશે.

કેપ્સ્યુલ બલૂન ટેકનોલોજી શું છે?
- જેમ કારમાં જેક લગાવવામાં આવે છે, તેવી જ રીતે ટેન્કરના ટાયર વચ્ચે ખાલી જગ્યામાં ખાલી કેપ્સ્યુલ બલૂન મૂકવામાં આવશે.
- કેપ્સ્યુલ બલૂન ટેન્કરની નીચે મૂકવામાં આવશે અને તેમાં હવા ભરવામાં આવશે.
- કેપ્સ્યુલ બલૂન હવા ભરાતાની સાથે જ ટેન્કર ઉપર આવશે.
- ટેન્કરને પુલની સપાટી પર લાવવામાં આવશે.
- ટેન્કર પુલની સપાટી પર પહોંચ્યા પછી, તેને ઓટોમેટિક મશીનો દ્વારા ઉપાડવામાં આવશે અને દૂર કરવામાં આવશે.

બ્રિજની આસપાસની જગ્યાનું નિરીક્ષણ
સૌ પ્રથમ, નિષ્ણાતોની ટીમ ટેન્કરની ચોક્કસ સ્થિતિ, તેનું વજન, ક્યાં ફસાઈ છે, અને બ્રિજની આસપાસની જગ્યાનું નિરીક્ષણ કરે છે. આ મૂલ્યાંકનથી ઓપરેશનની યોજના ઘડવામાં મદદ મળે છે.
કાળજીપૂર્વક બલૂન ગોઠવણી
જ્યારે ટેન્કર બ્રિજની ધાર પર લટકતી હોય ત્યારે તેને ઊંચી કરવા માટે ખાસ પ્રકારના ફ્લેક્સિબલ, હાઇ-પ્રેશર એરબેગ્સ(બલૂન્સ)નો ઉપયોગ થાય છે. આ બલૂન્સને ટેન્કરના નીચેના ભાગમાં, ખાસ કરીને જ્યાં તે ફસાઈ હોય ત્યાં, કાળજીપૂર્વક મૂકવામાં આવે છે.

કેપ્સ્યુલ બલૂન ટેન્કરની નીચે મૂકવામાં આવશે
કેપ્સ્યુલ બલૂન ટેન્કરની નીચે મૂકવામાં આવશે અને તેમાં હવા ભરવામાં આવશે. એકવાર બલૂન્સ યોગ્ય રીતે ગોઠવાઈ જાય, પછી તેમને ધીમે ધીમે અને નિયંત્રિત રીતે હવા ભરીને ફૂલાવવામાં આવે છે. આ પ્રક્રિયાથી ટેન્કરનો લટકતો ભાગ ધીમે ધીમે ઊંચો થાય છે. આ કામગીરી માટે ખાસ પ્રકારની બલૂન ટ્રક અને અન્ય સાધનોનો ઉપયોગ થાય છે.
બહાર કાઢવાની પ્રક્રિયા
એકવાર ટેન્કર સુરક્ષિત અને સ્થિર થઈ જાય, પછી તેને બ્રિજ પરથી ધીમે ધીમે બહાર કાઢવામાં આવે છે. આ માટે ખાસ કરીને રિકવરી વાહનનો ઉપયોગ થઈ શકે છે.
આ પણ વાંચો : રાજકોટમાં 24 કલાકમાં હત્યાની બીજી ઘટના : 54 વર્ષીય ટ્રક ડ્રાઇવરનું યુવતી સહિત 4 લોકોએ ઢીમ ઢાળી દીધું
આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને જોખમી હોય છે કારણ કે ટેન્કરનું વજન, ગુરુત્વાકર્ષણ બળ અને બ્રિજની નબળી હાલતને કારણે કોઈપણ ભૂલ ગંભીર અકસ્માત સર્જી શકે છે. આથી, સિંગાપોરના નિષ્ણાતોની ટીમ અને મરીન ઈમરજન્સી ટીમને બોલાવવામાં આવી છે જેથી આ કામગીરી સલામતીપૂર્વક પૂર્ણ થઈ શકે.
1 કિમી દૂર બનેલો કંટ્રોલ રૂમ
ગંભીરા બ્રિજની વચ્ચે લટકતા ટેન્કરને દૂર કરવા માટે કંપનીએ 1 કિમી દૂર એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને કેપ્સ્યુલ બલૂન દ્વારા દૂર કરવામાં આવશે. ટેન્કરને પુલ પરથી દૂર કરવા માટે લગભગ એક કિલોમીટર દૂર એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાંથી કંટ્રોલ રૂમના સંચાલક ઓટોમેટિક મશીનોની મદદથી ટેન્કરને પુલ પરથી અંકલાવ તરફ ખેંચશે. આ સમગ્ર કામગીરીમાં સમય લાગશે. ટીમે છેલ્લા કેટલાક દિવસોમાં જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવાર સુધીમાં ટેન્કર દૂર થવાની ધારણા છે.
