રાજકોટનાં નાના મવાનાં 8 જેટલાં મિલ્કતધારકોનાં દસ્તાવેજોની તપાસ: રિપોર્ટ તૈયાર, 5 વર્ષનાં મિલકતોના દસ્તાવેજો ચકાસ્યા
દેશમાં પ્રથમવાર રાજકોટમાં ઇન્કમટેક્સનાં ઇન્વેસ્ટિગેશન વીંગ નાં ઈન્ટેલિજન્ટસ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન(I.N.C.I.) યુનિટએ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં વેરિફિકેશન સર્વે હાથ કરી તવાઈ ઉતારી હતી.જો કે આ કચેરી દ્વારા કરોડોની મિલકતોની પૂરતી વિગતો અપાતી ન હોવાને કારણે આઈ.ટી.ની રડારમાં આ કચેરી આવી જતાં નાના મવા,મોટા મવા,મવડી અને વાજડી વિસ્તારોનાં મિલ્કતધારકોની નિંદર ઉડી ગઈ છે.
અમદાવાદ ડીજીઆઈટીની સૂચનાથી રાજકોટની આઈ.ટી.ની ટીમએ 10 કલાક સુધી પાંચ વર્ષોનાં 50 લાખથી વધુની કિંમતની મિલકતોના દસ્તાવેજોને તપાસ્યા હતા.જેમાં આઈ.ટી.નાં અધિકારીઓએ 7 જેટલાં દસ્તાવેજોની ચકાસણી કરી જેમાં દર્શાવેલી ખોટી અને ભૂલભરેલી વિગતો શોધી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.જાણવા મળતી વિગતો મુજબ પાન કાર્ડ આધારિત વિસંગતતા સાથેની વિગતો દસ્તાવેજમાં ભરાઈ હોવાનું આઈ.ટી.ની ટીમની સામે આવતાં હવે એક રિપોર્ટ તૈયાર કરાશે. જે અમદાવાદ ડિજીઆઇટીને કરાશે.
આ પણ વાંચો : ભાઈ પાસેથી પૈસા પડાવવા બહેન ભત્રીજી સાથે થઇ’તી લાપત્તા ! રાજકોટમાંથી ગુમ થયેલ ફઇ-ભત્રીજીને પોલીસે શોધી કાઢ્યા
વધુમાં મળતી વિગતો મુજબ આ તપાસ દરમિયાન જે 7 જેટલી મિલ્કતધારકોનાં નામ નીકળ્યા છે તેમને આઈ ટી ની નોટિસો ફટકારી ખુલાસો મંગાશે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ કચેરી દ્વારા મિલકતોની વિગતો સમયસર અપાતી ન હતી અને આ ઝોન હેઠળ સોનાની લગડી જેવા વિસ્તારમાં પ્રોપટીની કિંમત પણ કરોડોમાં બોલાય છે.રાજકોટની I.N.C.I ની તપાસ પાયલોટ પ્રોજેકટ બની હવે આગામી સમયમાં અન્ય શહેરોની રજિસ્ટ્રાર કચેરી કે જે વિગતો સમયસર રજૂ નથી કરતાં તેમના પર તપાસ ચાલે તેવી શક્યતા છે.