સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
રાજકોટ સિવિલ હોસ્પિટલના રૂપિયા 30 લાખના ઓછાડ, ઓશિકાના કવર, ઓપરેશન થિયેટરના કપડાં તેમજ પડદાનો હિસાબ નહીં આપનાર અમદાવાદના સાહસ સોલ્યુશન કંપનીના 9-9 લાખના ત્રણ બિલ અટકાવી દેવા પ્રકરણમાં કપડાં પરત મેળવવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાકટર એજન્સીને નોટિસ ફટકારવામાં આવતા ચતુર-ચબરાક કોન્ટ્રાકટરે સિવિલ હોસ્પિટલ FIR નોંધાવે તે પહેલા જ પોતાના સુપરવાઈઝર સહિતના માણસો ઇકો કાર અને સિવિલમાંથી લઈ ગયેલા કપડા પરત નહીં કરતો હોય પ્રધુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધવા અરજી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલમાં ધોલાઈ કોન્ટ્રાકટ ધરાવતી અમદાવાદની સાહસ સોલ્યુશન કંપનીનો કોન્ટ્રાકટ 14 જૂનથી અટકાવી દઈ સિવિલ હોસ્પિટલ દ્વારા અન્ય પેઢીને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો હતો. જો કે, સાહસ સોલ્યુશન નામની કંપનીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ધોલાઈ માટે લઈ ગયેલ ઓછાડ, ઓશિકાના કવર, ઓપરેશન સિવિલ હોસ્પિટલ FIR કરે તે પહેલા જ ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી થિયેટરના કપડાં, ધાબળા તેમજ પડદા સહિતના કપડાં પરત જમા નહીં કરાવતા રાજકોટ સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી દ્વારા સાહસ સોલ્યુશન કંપનીના 9-9 લાખના છેલ્લા ત્રણ બિલ અટકાવી કોન્ટ્રાકટર વિરુદ્ધ ફોજદારી પગલાં લેવા સહિતની કાર્યવાહી માટે કપડાં પરત આપવા માટે નોટિસ પણ ફટકારી હતી.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
બીજી તરફ અમદાવાદની સાહસ સોલ્યુશન કંપનીના ગાંધીનગર સરગાસણમાં રહેતા સંચાલક સંદીપ અનંતરાય ત્રિવેદીએ સિવિલના કપડાં પરત નહીં આપવા મામલે પોતાની જ કંપનીના સુપરવાઈઝર અને પિતરાઈ ભાઈ નિમેષ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, અજય રોજાસરા, ડોલી રોજાસરા, વિવેક અને તપાસમાં જે વ્યકતિના નામ ખુલે તે તમામ લોકો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવા રાજકોટ પોલીસ કમિશનર અને પ્રનગર પોલીસ મથકના પીઆઈને અરજી કરી તેમની કંપનીના માણસો રાજકોટ સિવિલ હોસ્પિટલના કપડાં અને ઈકો ગાડી પરત કરતા ન હોવાની ફરિયાદ નોંધવા અરજી કરી હોવાનું સામે આવ્યું છે. આમ હાલના સંજોગોમાં સિવિલ સત્તાવાળાઓ FIR કરે કે ન કરે સાહસ સોલ્યુશન કંપનીના કોન્ટ્રાકટરે પોતાની સાઈડ સેફ કરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.
