જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
વર્તમાન સમયમાં એરટ્રાફિક ઘટ્યો છે તો આગામી 15 દિવસ બાદ રાજકોટથી મુંબઈ,દિલ્હી અને ગોવાની ફલાઈટ પેસેન્જરોથી ફૂલ છે અને એરફેરમાં પણ ત્રણ ગણો ભાવ વધારો આવતાં જન્માષ્ટમીએ વેકેશન માણવાનું બજેટ સૌરાષ્ટ્રવાસીઓનું વધી જશે.

12 ઓગસ્ટથી રાજકોટ-ગોવા અને મુંબઈ ફલાઈટમાં પેસેન્જરોની સંખ્યા વધુ બતાવે છે.સાતમ આઠમનું વેકેશન 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે પણ આ વખતે 15 ઓગસ્ટથી સૌરાષ્ટ્ની સાથે ગુજરાત અને દેશમાં અન્ય રાજ્યોની પણ 15 ઓગસ્ટથી મીની વેકેશન મળતું હોય તેમજ વરસાદની મોસમ હોય લોકોએ મુંબઈ અને ગોવા જવાનું પસંદ કરતાં આ દિશામાં ભારે ટ્રાફિક નોંધાયો છે.

રાજકોટ એરપોર્ટથી સપ્તાહમાં 4 દિવસ ગોવાની ફલાઇટ ઉડાન ભરે છે,જો કે ટ્રાફિક વધતા ઈન્ડિગો દ્વારા આ ફલાઇટ ઓપરેશન વધારે તેવી સંભાવના ટ્રાવેલ એજન્ટોએ દર્શાવી છે.એરઇન્ડિયાની સવારની ફલાઇટ પણ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે.
આ પણ વાંચો : કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
રાજકોટથી ગોવા આ દિવસોમાં વન ટાઈમ 12,000 જેટલું હવાઇભાડુ બતાવે છે.જે હાલમાં મુંબઈ ને ગોવા 4000 થી 6000 ટિકિટનો ભાવ છે.જો કે અમદાવાદથી પણ ગોવાની ફલાઈટના એરફેર આસમાને છે.