રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
રાજકોટની ખાનગી યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતા આફ્રિકન દેશનાઅવિદ્યાર્થી લઈને ચાલી રહેલા રતનપર વિસ્તારમાં રહેતી એક આફ્રિકન વિદ્યાર્થીનીએ ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યાના સમારચારથી પોલીસમાં દોડધામ થઈ પડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમી સાથેના સંબંધમાં સગર્ભા બન્યાનું ખુલ્યું છે. આમ છતાં પોલીસે બંનેના નિવેદનો નોંધવા સહિતની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
પોલીસના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર પાણીના ટાંકા નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સગર્ભા યુવતી અને તેની સાથે આફ્રિકન યુવક આવ્યા હતા. યુવતી એડમીટ કરાઈ હતી અને આજે સવારે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. આફ્રિકન વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યાના સમાચારથી પોલીસમાં દોડધામ થઈ પડી હતી.
તાજેતરમાં રતનપર ગવરીદડ સહિતના ગ્રામજનોએ તેમના વિસ્તારમાં ભાડે રહેતા મારવાડી યુનિવર્સિટીના આફ્રિકન વિદ્યાર્થીઓ પૈકી અસામાજીક પ્રવૃતિઓ દેહવિક્રય, નશાના કાળા કામ કરતાં હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ કમિશનર કચેરીએ આક્ષેપો સાથે રજુઆત કરાઈ હતી.
આ પણ વાંચો : જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : કોંગ્રેસના નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
હજી અસામાજીક પ્રવૃતિઓના આક્ષેપોના વિવાદો ચાલી રહયા છે એવામાં જ આફ્રિકન યુવતી માતા બન્યાના સમાચારથી પોલીસે તપાસમાં ઝંપલાવ્યું હતુ. પ્રાથમિક વિગતો મળી છે કે બાળકને જન્મ દેનાર આફ્રિકન યુવતી પુખ્ત 18 વર્ષની છે. તેનો પ્રેમી કમ ફિયાન્સ પણ સાથે હતો. બંનેના સંબંધોથી બાળક જન્મ્યાનું પોલીસને જાણવા મળ્યું છે. ખાનગી હોસ્પિટલમાં યુવતીએ જરૂરી પુરાવાઓ દર્શાવતા તેની પ્રસૃતિ કરાવાઈ હોવાનું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવાયું હતું .
કુવાડવા રોડ પી.આઈ. રજીયા તથા સ્ટાફે યુવતી રતનપર વિસ્તારમાં જયાં રહે છે એ જગ્યાએ પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મારવાડી યુનિવર્સિટીમાંથી પણ પોલીસ દ્વારા વિગતો મેળવીને તપાસ કરાશે. બાળકને જન્મ દેનાર યુવતી તથા યુવક લગ્નગ્રંથીએ જોડાનાર હોવાનું પણ પોલીસ સમક્ષ જણાવાયું છે.