ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદોનો ધોધ, રાજકોટની 86 ફરિયાદો આવી,21 ફરિયાદોમાં તંત્ર લોકેશન જ શોધી ન શક્યું
રાજ્યમાં ચોમાસાની ઋતુને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને મોટરેબલ કરવા માટે રાજય સરકારે ત્વરિત કામગીરી હાથ ધરી છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગે ફરિયાદોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે ‘તમારો અવાજ અમારી પ્રાથમિકતા છે’ના ધ્યેય સાથે ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન કાર્યરત છે. આ એપ્લિકેશનમાં રાજકોટ જિલ્લાની 86 ફરિયાદો નોંધાઈ હતી જેમાંથી તંત્રએ 39 ફરિયાદોનો નિકાલ કર્યો હોવાનું જાહેર કર્યું હતું.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અન્વયે નાગરિકો દ્વારા અત્યાર સુધીમાં કુલ 40 જેટલી ફરિયાદો આવી છે. જેમાંથી 13 ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં બાકીની 06 જેટલી ફરિયાદો પર કામગીરી કરવામાં આવશે અને 21 જેટલી ફરિયાદો લોકેશન આઇડેન્ટિફાઈ ન થતું હોય, ફોટોગ્રાફ ક્લીઅર ન હોય, અન્ય વિભાગ હેઠળ કામગીરી આવતી હોય, જેવા ચોક્કસ કારણોસર નકારવામાં આવી છે.
આ પણ વાંચો : અક્ષય કુમારે સ્ટંટમેન માટે ભર્યું મોટું પગલું : 650થી વધુ લોકોનો વીમો કરાવીને ફરી એકવાર ફેન્સના દિલ જીત્યા
આ ઉપરાંત, ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અન્વયે નાગરિકો દ્વારા અત્યાર સુધીમાં કુલ 46 જેટલી ફરિયાદો આવી છે. જે પૈકી 26 ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ કરાયું હતું.જ્યારે બાકીની 09જેટલી ફરિયાદો પર આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે અને 11 જેટલી ફરિયાદો લોકેશન આઇડેન્ટિફાઈ ન થતું ન હોવાનું સામે આવ્યું છે.’ગુજમાર્ગ’ એપ્લિકેશન પર આવેલી રાજકોટ જિલ્લાની કુલ 86 ફરિયાદોમાંથી કુલ 39 ફરિયાદો પર કામગીરી કરીને સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.