Bengaluru stampede : RCBને મોટો ઝટકો, બેંગલુરુ નાસભાગમાં ક્રિમિનલ કેસ ચલાવવા કર્ણાટક સરકારે આપી મંજૂરી
IPL 2025માં RCBની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો હતો. IPLની પહેલી સીઝન હતી જેમાં RCBની ટીમ વિજય થઇ હતી ત્યારે બીજા દિવસે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની ટિમના જીતના જશ્નમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા ત્યારે કર્ણાટક સરકારે બેંગ્લોરમાં આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિજયના ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે હાઇકોર્ટમાં વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો ત્યારે હવે કર્ણાટક સરકારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) સામે કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે.

શું છે સમગ્ર મામલો?
કર્ણાટક સરકારે તેની કેબિનેટ બેઠકમાં જસ્ટિસ માઈકલ ડી’કુન્હા કમિશનના રિપોર્ટને સ્વીકાર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, આ કમિશને RCB અને KSCA માં ઘણી અનિયમિતતાઓ અને વિસંગતતાઓ જાહેર કરી હતી.
ન્યાયિક કમિશનનો રિપોર્ટ 11 જુલાઈના રોજ સુપરત કરવામાં આવ્યો
ન્યાયિક કમિશનનો રિપોર્ટ 11 જુલાઈના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સુપરત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, 4 જૂનના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગ માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ઇવેન્ટ આયોજકો DNA એન્ટરટેઈનમેન્ટ અને બેંગ્લોર પોલીસ સીધા જવાબદાર છે.

આ રિપોર્ટને કેબિનેટની બેઠકમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો અને તેના આધારે, RCB અને KSCA સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રમતગમત વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું
રિપોર્ટમાં જણાવાયું છે કે 4 જૂને બનેલી આ સમગ્ર ઘટનામાં વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇવેન્ટ આયોજક DNA નેટવર્ક્સ પ્રાઇવેટ લિમિટેડે 3 જૂને જ પોલીસને જાણ કરી હતી, પરંતુ 2009ના આદેશ મુજબ જરૂરી પરવાનગી લીધી ન હતી. આ કારણે, પોલીસે ઇવેન્ટ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આમ છતાં, RCB એ 4 જૂને સોશિયલ મીડિયા પર જાહેરમાં ઇવેન્ટનો પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો : વિરાટ કોહલી જ જવાબદાર! બેંગલુરુ ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે રિપોર્ટ રજૂ કર્યો, ગંભીર બેદરકારીનો કર્યો ઉલ્લેખ
ઇવેન્ટમાં મોટી ભીડ પહોંચી હતી
તે જ સમયે, વિરાટ કોહલીએ એક વીડિયો શેર કર્યો હતો અને ચાહકોને મફત પ્રવેશ તરીકે વિજય પરેડમાં આવવાની અપીલ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇવેન્ટમાં અપેક્ષા કરતાં વધુ ભીડ પહોંચી હતી, જેના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. પરિણામે, નાસભાગ મચી ગઈ હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇવેન્ટમાં ત્રણ લાખથી વધુ લોકો એકઠા થયા હતા.
આ પણ વાંચો : SMCના PSI સચિન શર્માનું હાર્ટ એટેકથી મોત : દરોડા દરમિયાન છાતીમાં દુખાવો થતા અચાનક ઢળી પડયા,પોલીસ બેડામાં શોક
સ્ટેડિયમમાં પ્રવેશ માટે પાસ જરૂરી
તે જ સમયે, ઇવેન્ટ શરૂ થાય તેના થોડા સમય પહેલા, બપોરે લગભગ 3:15 વાગ્યે, ઇવેન્ટના આયોજકોએ જાહેરાત કરી હતી કે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી છે. આ પછી, લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ભીડ બેકાબૂ થઈ ગઈ.
RCB, DNA અને KSCA સંકલનનો ભારે અભાવ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RCB, DNA અને KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સંકલનનો ભારે અભાવ હતો. ગેટ ખોલવામાં વિલંબ અને અંધાધૂંધીને કારણે નાસભાગ મચી ગઈ, જેમાં 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા. તે જ સમયે, ઘટના પછી, પોલીસે મર્યાદિત કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હતી.