હિંડનબર્ગના-2 ? દેશના કોર્પોરેટ હાઉસ વિષે ચોંકાવનારા ખુલાસા થશે
ગ્લોબલ ઇન્વેસ્ટીગેટિવ જૂથ ધડાકા કરશે, વિદેશી ફંડ સહીનતી વાતો ખુલ્લી થશે
હિંડનબર્ગના રિપોર્ટથી તહેલકો મચીગયો હતો ગૌતમ અદાણીને દોડાદોડી થઈ ગઈ હતી અને હવે બીજો આવો પોલ ખોળ રિપોર્ટ રીલીઝ થવાનો છે. જેમાં દેશના કેટલાક કોર્પોરેટ હાઉસના તપેલા ચડી જવાની સંભાવના છે.
ઓર્ગનાઇઝ્ડ ક્રાઇમ એંડ કરપશન રિપોર્ટિંગ પ્રોજેકટ નામના ગ્લોબલ જૂથ દ્વારા ભારતના જાણીતા કોર્પોરેટ ગ્રૂપ અંગેનો રિપોર્ટ ફાઇનલ થઈ રહ્યો છે અને તે ટૂક સમયમાં રીલીઝ થવાનો છે તેમ બહા આવ્યું છે.
આ ગ્લોબલ જૂથને અમેરિકાના ટોચના બિઝનેસમેન સોરોસ અને રોકફએલર બ્રધર્સ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવે છે તેમ પીટીઆઇના અહેવાલને ટાંકીને બિઝનેસ વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વિદેશથી ફંડ લાવીને ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરાયું છે તે અંગે હકીકતો પ્રસિધ્ધ થવાની છે. જો કે દેશના આ કોર્પોરેટ ગ્રૂપ કોણ છે તે બારામાં કોઈ માહિતી જાહેર કરાઇ નથી.
હિંડનબર્ગ જેવો જ આ અહેવાલ હશે તેમ માનવામાં આવે છે અને અહેવાલ બહાર આવ્યા બાદ માર્કેટમાં પણ અફરાતફરી ઊભી થઈ શકે છે તેમ અહેવાલમાં જણાવાયું છે.