AI કન્ટેન્ટ ક્રિએટર્સને પડશે ફટકો : 15 જુલાઇથી બદલાઈ જશે Youtubeનો આ નિયમ, મોનીટાઈઝેશન પર થશે મોટી અસર
AIએ અનેક વસ્તુઓને સરળ બનાવી દીધી છે તો અનેક લોકોને તેના કારણે નુકસાન પણ થયું છે તેમ યુટ્યુબ ક્રિએટર્સનો પણ સમાવેશ થાય છે. યુટ્યુબ ઘણા સમયથી AI ની મદદથી બનાવવામાં આવતા ખરાબ ગુણવત્તાવાળા અને સ્પામ વીડિયોનો સામનો કરી રહ્યું છે, આ વીડિયો ફક્ત પ્લેટફોર્મની ગુણવત્તાને જ ઘટાડી રહ્યા નથી, પરંતુ પ્રામાણિક સર્જકોની કમાણીને પણ અસર કરી રહ્યા છે. હવે યુટ્યુબે આવા કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી અનેક AI કન્ટેન્ટ ક્રિએટર્સને ફટકો પડશે.

ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ તેની મોનિટાઈઝેશનની પોલિસી અપડેટ કરી રહ્યું છે. આ નીતિ 15 જુલાઈ, 2025 થી અમલમાં આવશે. યુટ્યુબ 15 જુલાઈ, 2025 થી તેના પાર્ટનર પ્રોગ્રામ નિયમોને કડક બનાવી રહ્યું છે. નવા નિયમો હેઠળ, મોટા પાયે પ્રોડયૂઝડ, રિપીટેટીવ અને Inauthentic કન્ટેન્ટની જાહેરાત આવકમાં ઘટાડો થશે. જો કે, કંપનીએ ચેનલનું મુદ્રીકરણ કરવા માટેની શરતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ચેનલ મુદ્રીકરણ માટે આ શરતો પૂર્ણ કરવી પડશે
એટલે કે, ચેનલનું મુદ્રીકરણ કરવા માટે, તમારી પાસે 1000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ. આ ઉપરાંત, ચેનલમાં 12 મહિનામાં 4000 પબ્લિક વોચ કલાક અથવા 90 દિવસમાં 1 કરોડ શોર્ટ્સ વ્યૂ હોવા જોઈએ. જો કે, હવે શરત ફક્ત આટલી જ નહીં, પરંતુ તમારી સામગ્રી મૂળ અને અધિકૃત હોવી જોઈએ.
યુટ્યુબ સ્પામ અને AI કન્ટેન્ટની સંખ્યા ઘટાડવા અને મૂળ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ અપડેટ લાવી રહ્યું છે. જે સર્જકો આ અપડેટ ચૂકી ગયા છે તેમને ડિમોનેટાઇઝેશનનો સામનો કરવો પડી શકે છે. ભલે તેમની સામગ્રી સારી સંખ્યામાં મળી રહી હોય.

એઆઈ કન્ટેન્ટની સંખ્યામાં વધારો
એઆઈ ટેકનોલોજીના પ્રવેશ સાથે, યુટ્યુબ પર આવી સામગ્રીનો પૂર આવ્યો છે. કંપનીના મતે, આ ઓછી ગુણવત્તાવાળા મીડિયા અથવા સામગ્રી AI ની મદદથી જનરેટ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, તમને ફોટા પર AI વૉઇસઓવર સરળતાથી મળશે અથવા તમને વિડિઓ ક્લિપ પર યુટ્યુબ પર AI વૉઇસઓવર પ્રકારના કન્ટેન્ટ મળશે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલાં રાજકોટને ‘સ્માર્ટ’ બનાવો નહીંતર અમે તમારી ઓફિસમાં બેસી જશું ! શાસકોએ અધિકારીઓના ‘ક્લાસ’ લીધા
આવી ઘણી ચેનલો પણ છે, જેમણે AI સામગ્રી જનરેટ કરીને લાખો સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. આ વિડિઓઝ AI ની મદદથી જનરેટ કરવામાં આવે છે અને મૂળ તરીકે રજૂ કરવામાં આવે છે. યુટ્યુબ આવી સામગ્રી અંગે પોલિસી અપડેટ લાવી રહ્યું છે. જો કંપનીનું માનવું હોય, તો આ એક નાનું અપડેટ છે, પરંતુ તે AI ની મદદથી બલ્ક સામગ્રી બનાવનારાઓને અસર કરશે.