Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પોતાનો પહેલો સ્ટોર શરૂ કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ ભારતમાં ટેસ્લાનું પહેલું “એક્સપીરિયંસ સેન્ટર” 15 જુલાઈના રોજ મુંબઈમાં શરૂ થશે.એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ટેસ્લાનું એક્સપીરિયંસ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શરુ કરવામાં આવશે. આ સાથે જ ટેસ્લાની ભારતમાં એન્ટ્રી સત્તાવાર એન્ટ્રી થશે. અહેવાલ મુજબ, ચીનના શાંઘાઈમાં ટેસ્લાની ફેક્ટરીમાં બનેલી પાંચ મોડેલ Y કાર્સ મુંબઈ આવી ચુકી છે.

અહેવાલ મુજબ આ કારની કિંમત 27.7 લાખ રૂપિયા છે, ઉપરાંત તેના પર 21 લાખ રૂપિયાથી વધુની ઈમ્પોર્ટ ડયુટી વસુલવામાં આવશે. કેમ કે ભારતમાં આયાત થતી સંપૂર્ણ રીતે તૈયાર કાર પર 70 ટકા ઈમ્પોર્ટ ડયુટી લાગુ કરવામાં આવી છે. નોંધનીય છે કે ટેસ્લાના છેલ્લા ઘણાં વર્ષોથી ભારતમાં પ્રવેશવા પ્રયત્નો કરી રહી છે. આ માટે ઈલોન મસ્ક કંપની ઓછી ઈમ્પોર્ટ ડયુટી માટે સરકાર સાથે વાત કરી ચુક્યા છે.
ટેસ્લા ભારતમાં સ્ટોર શરુ કરવા જઈ રહી છે પરંતુ તે ભારતમાં ઉત્પાદન શરુ નહીં કરે. ગયા મહિને એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા, કેન્દ્રીય હેવી ડ્યુટી ઇન્ડસ્ટ્રી પ્રધાન એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે ટેસ્લા ફક્ત દેશમાં તેના શોરૂમનો શરુ કરવા ઈચ્છે છે. તેને ભારતમાં ઉત્પાદન કરવામાં રસ નથી.

ચીનમાં બનેલી ટેસ્લા કાર ભારતમાં પહોંચી
બ્લુમબર્ગના એક અહેવાલમાં, સૂત્રોને ટાંકીને, ટેસ્લા કારનો પહેલો સેટ ભારત પહોંચી ગયો છે. ટેસ્લાની પ્રખ્યાત ઇલેક્ટ્રિક SUV – મોડેલ Y રીઅર-વ્હીલ ડ્રાઇવ ચીનમાં ટેસ્લાની ફેક્ટરીમાંથી ભારત મોકલવામાં આવી છે. કંપનીએ ચીનના શાંઘાઈથી આ કારના કુલ 5 યુનિટ ભારતમાં આયાત કર્યા છે. મોડેલ Y વિશ્વમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારમાંની એક છે અને કંપની આ કાર સાથે ભારતમાં તેની સફર શરૂ કરી શકે છે.
આ પણ વાંચો : હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ટેસ્લાએ યુએસ, ચીન અને નેધરલેન્ડ્સમાંથી સુપરચાર્જર ઘટકો, કાર એસેસરીઝ, મર્ચેન્ડાઇઝ અને સ્પેરપાર્ટ્સ પણ આયાત કર્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કના નેતૃત્વમાં ટેસ્લા હાલમાં યુરોપિયન અને ચીની બજારોમાં વેચાણમાં ભારે ઘટાડાનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે ટેસ્લા શક્ય તેટલી વહેલી તકે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઈલ બજાર એટલે કે ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે.