Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને નવા હીરોની એન્ટ્રી થશે

Fri, August 25 2023

ગુજરાત ટુરિઝમ એટલે દરેકના મગજમાં કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… આ ડાયલોગ યાદ આવે. આ ડાયલોગ યાદ આવતા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચહેરો નજર સામે તરી આવે. વર્ષો સુધી ગુજરાત ટુરિઝમની એડમાં અમિતાભ બચ્ચનના આ ડાયલોગે જમાવટ કરી છે. તેમના દમદાર અવાજને કારણે અનેક પ્રવાસીઓ ગુજરાત ખેંચાઈને આવ્યા. પરંતું હવે આ ડાયલોગ અન્ય સ્ટારના મોઢે સાંભળવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ નવા હીરોની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાત પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે. કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે. અમિતાભે મુંબઈમાં શૂટિંગ કરવા તૈયારીની વાત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએ આ અંગે હવે આખરી નિર્ણય લેવાશે. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવાશે.

એક દાયકા પહેલાં ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે. પરંતુ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં..ગુજરાત પ્રવાસન વિભાગ ના એડ કેમ્પિંગમાં નવા હીરોની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવા પોતાની અસમર્થતા બતાવી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગને મુંબઈમાં આવીને શૂટિંગ કરે તો પોતે તૈયાર હોવાની વાત કરી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ થાય તેવો અત્યારે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો છે. હવે મુખ્યમંત્રી કક્ષાએ જ આ અંગે આખરી નિર્ણય લેવાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે નિર્ણય લેશે કે, એડમાં અમિતાભ બચ્ચનનો માત્ર અવાજ લેવો કે પછી કોઈ નવા હીરોને ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ગુજરાતમાં શૂટિંગ કરાવવું. આખરી નિર્ણય વાઇબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવામાં આવે તેવી સંભાવના

બિગબીનો અવાજ ફેમસ થયા હતા

ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ દિન તો ગુજારો ગુજરાત મેં, બંને ટેગલાઈન પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે.

2010ના દાયકામાં જોડાયા હતા બિગ બી

બોલિવૂડ મેગાસ્ટારે 12 વર્ષ પહેલાં આ બે ટેગલાઈન સાથે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ બિગ બીએ રાજ્યનું શક્તિપીઠ અંબાજી, ગુજરાતનું હેન્ડક્રાફ્ટ, કચ્છનો ફેસ્ટિવલ, આર્કિટેક્ચર અને ગુજરાતના સાપુતારાને પ્રદર્શિત કર્યું હતું. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં અનેક નવા પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે. ખુશ્બુ ગુજરાતની બીજી આવૃત્તિમાં બિગ બી આ સ્થળોનું પ્રમોશન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ આ દિશામાં કામ કરી રહ્યો છે. વિભાગ ગુજરાતની બીજી આવૃત્તિ દ્વારા રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ સ્થાનોનું પ્રમોશન થશે

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 2010માં પ્રથમ વખત ગુજરાત સરકાર સાથે સંકળાયેલા હતા અને તેમણે ગુજરાતના પ્રવાસન સ્થળો પર એક મોટું શૂટ પૂરું કર્યું હતું. જે ખુશ્બુ ગુજરાત કી અને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં ની ટેગલાઈન સાથે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ત્યારે રાજ્યના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો.

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આંકડાઓ અનુસાર વાર્ષિક 20 ટકાનો વધારો થયો છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ખુશ્બુ ગુજરાત કી…ની બીજી આવૃત્તિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ જેવા સ્થળોનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય પીએમ મોદીના જન્મસ્થળ વડનગર અને ડાંગના જંગલનો પણ આમાં સમાવેશ થઈ શકે છે.

Share Article

Other Articles

Previous

આ તે કેવી તીવ્ર બળતરા હશે!: ‘યુકે એ આપેલા 24 હજાર કરોડ ભારત પરત આપે!’

Next

ચંદ્રયાન 3 ની સફળતાની રાજકોટના વકીલો એ ઉજવણી કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
19 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
19 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
20 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
20 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

રાજકોટની સોખડા ચોકડી પાસે રાખડી બાંધવા જતી મારવાડી યુનિ.ની બહેનોને નડ્યો અકસ્માત : બસ પલટી જતા 4 વિદ્યાર્થિનીઓ ઘાયલ
ગુજરાત
7 મહિના પહેલા
Pankaj Joshi : ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS પંકજ જોશીની નિમણૂક : જાન્યુઆરીના અંતમાં પદ સંભાળશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી
ગુજરાત
1 વર્ષ પહેલા
બિહારમાં ‘વહી ધનુષ્ય,વહી બાણ’ નીતિશ કુમાર 10મી વખત બન્યા મુખ્યમંત્રી: વડાપ્રધાન મોદીએ ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર