બિહારમાં મહાગઠબંધન દ્વારા ચક્કાજામ : પટનામાં રસ્તા પર ટાયર બાળ્યાં, ટ્રેનો અટકાવી, તેજસ્વી-રાહુલ પ્રદર્શનમાં જોડાયા
આજે 9 જુલાઈના રોજ બેંકિંગ, પોસ્ટલ સેવાઓ, ખાણકામ, બાંધકામ અને પરિવહન જેવા સરકારી ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ દેશવ્યાપી સામાન્ય હડતાળ પર છે. ત્યારે એક તરફ, કેન્દ્રીય મજૂર સંગઠનોએ આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપ્યું છે, જ્યારે બિહારમાં, ઇન્ડિયા એલાયન્સે પણ રસ્તાઓ રોકી દીધા છે. ટ્રેડ યુનિયનોએ 25 કરોડ કામદારો સાથે ભારત બંધની જવાબદારી સંભાળી છે. મહાગઠબંધનના ચક્કા જામની બિહારમાં મોટી અસર પડી રહી છે. બિહારની રાજધાની પટનાને જોડતો મહાત્મા ગાંધી પુલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો છે. જેમની પાસે ટ્રેન અને વિમાનની ટિકિટ છે તેઓ પોતાનો સામાન ખભા પર લઈને ઘણા કિલોમીટર ચાલવા મજબૂર છે.
VIDEO | Bihar Bandh: RJD supporters block railway track and NH-83 in Jehanabad.
— Press Trust of India (@PTI_News) July 9, 2025
RJD, Congress and other Mahagathbandhan opposition parties have called for bandh in protest against the special intensive revision of electoral rolls in the state.#BiharNews #BiharBandh
(Full… pic.twitter.com/UHGsqSK9ff
બિહારમાં ચક્કાજામ
એક તરફ, કેન્દ્રીય મજૂર સંગઠનોએ આજે દેશભરમાં ભારત બંધનું એલાન આપ્યું છે, જ્યારે બિહારમાં, ઇન્ડિયા એલાયન્સે પણ રસ્તાઓ રોકી દીધા છે. ટ્રેડ યુનિયનોએ 25 કરોડ કામદારો સાથે ભારત બંધની જવાબદારી સંભાળી છે. મહાગઠબંધનના ચક્કા જામની બિહારમાં મોટી અસર પડી રહી છે. બિહારની રાજધાની પટનાને જોડતો મહાત્મા ગાંધી પુલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો છે. જેમની પાસે ટ્રેન અને વિમાનની ટિકિટ છે તેઓ પોતાનો સામાન ખભા પર લઈને ઘણા કિલોમીટર ચાલવા મજબૂર છે.
#WATCH | Bihar | Members of RJD's students' wing block the train tracks at Jehanabad railway station, supporting 'Bharat Bandh' called by a joint forum of 10 central trade unions and their affiliates pic.twitter.com/SNPhpPXZbY
— ANI (@ANI) July 9, 2025
રસ્તા પર ટાયર બાળ્યાં, ટ્રેનો અટકાવી…
પટણાના માનેરમાં NH-30 પણ જામ થઈ ગયો છે. પ્રદર્શનકારીઓ સતત આગ લગાવી રહ્યા છે. CPI(ML) ના નેતૃત્વમાં આરા-સાસારામ મુખ્ય માર્ગ પણ બ્લોક કરવામાં આવ્યો છે અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. સેંકડો વાહનો જામમાં ફસાયેલા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને ભારત સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. ચક્કાજામ દરમિયાન રાજદના કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો હતો. આ પુલ પટણાથી હાજીપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા શહેરો સુધી પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે. બીજી બાજુ બિહાર બંધના સમર્થનમાં જહાનાબાદના કોર્ટ સ્ટેશન પર દેખાવકારોએ પટણા-ગયા વચ્ચે દોડતી ટ્રેન અટકાવી દીધી હતી.
આ પણ વાંચો : મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબકયા, 2 લોકોના મોત, રેસ્ક્યૂ કામગીરી ચાલુ

બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે મહાગઠબંધન દ્વારા બોલાવવામાં આવેલા ‘બિહાર બંધ’ વિરોધ પ્રદર્શનમાં RJD નેતા તેજસ્વી યાદવ, લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, CPI મહાસચિવ ડી રાજા, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનના નેતા દીપાંકર ભટ્ટાચાર્ય અને બિહાર કોંગ્રેસના પ્રમુખ રાજેશ રામ જોડાયા હતા.
