રાજકોટવાસીઓને હૃદય રોગની સારવાર હવે ઘર આંગણે મળશે: સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી સેવાનો પ્રારંભ
આજથી હૃદયરોગની સારવાર થતા હાર્ટના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લૂંટાવું નહીં પડે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી બંધ થયેલી હૃદયરોગની સારવાર અંતે આજથી શરૂ થઈ છે. અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના તબીબો આજથી સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓનું નિદાન સારવાર કરશે.

ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે સેટેલાઈટ યુનિટ શરૂ કરવા મંજૂરી આપતા આજથી સિવિલ હોસ્પિટલ સ્થિત. પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગના પહેલા માળે હૃદયરોગ સંબંધી ઓ.પી.ડી. સેવાનો પ્રારંભ થયો છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના કયા કારણો હતા જવાબદાર? પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો

સિવિલ અધિક્ષક ડો. મોનાલી માક્ડીયાના જણાવ્યા મુજબ અમદાવાદની પ્રખ્યાત યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી આપવામાં આવશે. ઓ.પી.ડી. નો સમય સોમવાર થી શનિવાર સવારે 9 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી રહેશે તેમજ બપોરે 4 થી 5 કલાક દરમ્યાન ફોલોઅપ ઓ.પી.ડી. કરવામાં આવશે. રવિવાર તેમજ જાહેર રજાને બાદ કરતા વર્કિંગ દિવસોમાં આ સેવાનો લાભ મેળવી શકાશે.