શું રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના કેપ્ટન બનવા માંગતા હતા? રિપોર્ટરે સવાલ પૂછતાં ખેલાડીએ આપ્યો મજેદાર જવાબ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃતિ લઈ લીધા બાદ હાલ ઈંગ્લેન્ડ પ્રવાસે ભારતીય ટીમમાં સૌથી અનુભવી ખેલાડી જો કોઈ હોય તો તે રવિન્દ્ર જાડેજા છે. તે પોતાની કારકીર્દિમાં 80થી વધુ ટેસ્ટ રમી ચૂક્યો છે. દરમિયાન એઝબેસ્ટન ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે કેપ્ટન તરીકે જવાબદારી સંભાળવાનો સમય હવે ચાલ્યો ગયો છે. 2012માં ડેબ્યુ કરનારા જાડેજા પાસે 13 વર્ષનો ટેસ્ટ અનુભવ છે. એટલું જ નહીં તે ચોથી વખત ઈંગ્લેન્ડ પ્રવાસે ગયો છે.
શું રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના કેપ્ટન બનવા માંગતા હતા?
રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી, આગામી કેપ્ટન વિશે ઘણી ચર્ચા થઈ હતી. તે દરમિયાન, ઘણા ખેલાડીઓના નામ સામે આવ્યા. આ ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા પણ એક મોટું નામ હતું. લોકો માનતા હતા કે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને, તેમને ટીમ ઈન્ડિયાનો આગામી ટેસ્ટ કેપ્ટન બનાવી શકાય છે. પરંતુ આવું થઈ શક્યું નહીં. ભારતના ભવિષ્યને જોતા, શુભમન ગિલને ટીમનો આગામી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાએ તે સમયે કેપ્ટનશીપના મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ત્યારે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. દિવસના અંત પછી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય કેપ્ટનશીપની મહત્વાકાંક્ષા તેમના મનમાં આવી હતી? આના જવાબમાં, તેમણે હસીને કહ્યું, ‘ના, હવે તે સમય ગયો છે.’
કેપ્ટન તરીકે જવાબદારી સંભાળવાનો સમય હવે ચાલ્યો ગયો
જાડેજાએ કહ્યું કે હવે કેપ્ટન બનવાનો સમય ચાલ્યો ગયો છે. ગીલ વિશે તેણે કહ્યું કે તે અત્યંત આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યો છે. તે કેપ્ટન તરીકે બેટિંગ કરી રહ્યો નથી. તેણે એક વધારાની જવાબદારી પણ ઉપાડી છે. ગીલ બધું પોતાની સાથે લઈને ચાલી રહ્યો છે. મને તેની સાથે બેટિંગ કરતી વખતે તે આઉટ થશે તેવું લાગી જ રહ્યું ન્હોતું. તેણે ઉમદા રમત બતાવી હતી. જ્યારે અમે સાથે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ભાગીદારી કેવી રીતે લાંબીલ ઈ જવી તેની જ વાત કરતા હતા.
આ પણ વાંચો : જેઠાલાલ અને બબીતા થયા ગાયબ છતાં ‘તારક મહેતા’ TRP રેટિંગમાં ટોપ પર, અનુપમાને લાગ્યો ઝટકો
ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ ગીલ સાથે 203 રનની ભાગીદારી કરી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. આ પછી ગીલે ઈંગ્લેન્ડના બોલરોને પરેશાન કરતાં વોશિંગ્ટન સુંદર સાથે 144 રનની ભાગીદારી કરી હતી જેના કારણે ભારત 587 રન સુધી પહોંચી શક્યું હતું.