Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાઈડસ વગર પણ રાજકોટનો લોકમેળો ટનાટન જ યોજાશે! પ્લાન-B રેડી, SOPમાં કોઈ જ બાંધછોડ નહીં : કલેકટર

Wed, July 2 2025

આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળાને બાનમાં લેવા પ્રયાસ કરનાર રાઇડ્સ સંચાલકોની દાળ નવા કલેકટર પાસે ગળે તેમ ન હોવાના સ્પષ્ટ સંકેત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે આપી રાઇડ્સ વગર પણ લોકમેળો ટનાટન યોજાશે અને રાઈડસ વગર મેળો યોજવા પ્લાન-બી રેડી હોવાના સંકેતો આપી હવે લોકમેળામાં ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદતમાં પણ કોઈ જ વધારો નહીં કરવામાં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું.

રાજકોટ શહેરમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે ભાતીગળ લોકમેળા યોજવા લોકમેળા સમિતિ દ્વારા ફોર્મ વિતરણ શરૂ કરી બબ્બે વખત મુદતમાં વધારો કરવા છતાં પણ યાંત્રિક રાઈડસમાં કડક એસઓપીના પાલન ન કરવું પડે તે માટે રાઈડસ સંચાલકોએ લોકમેળાનો બહિષ્કાર કરવાનું જાહેર કરતા તેની સીધી અસર ફોર્મ વિતરણ ઉપર પડી છે. અગાઉ તા.9થી 13 જૂન સુધી ફોર્મ વિતરણ બાદ ફરી મુદત વધારવામાં આવી હોવા છતાં લોકમેળામાં પ્લોટ અને સ્ટોલની સંખ્યા જેટલા પણ ફોર્મ વિતરણ ન થતા છેલ્લે તંત્ર દ્વારા 11 જુલાઈ સુધી મુદત લંબાવી છે.

બીજીતરફ લોકમેળાનું ગુચવાયેલ કોકડું ઉકેલવા જિલ્લા કલેકટર દ્વારા સીટી પ્રાંત-1, માર્ગ અને મકાન વિભાગ, યાંત્રિક, ઇલકેટ્રીકલ સહિતના વિવિધ વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં એસઓપી પાલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણાને અંતે રાજ્ય સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરતા હોય તેવા સ્ટોલ -પ્લોટ ધારકોને જ આખરી ફાળવણી કરવા નક્કી કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે, ગુજરાત એમ્યુઝમેન્ટ પાર્ક એસોસિએશનના હોદેદાર એવા કૃણાલ ભટ્ટ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં જ બફાટ કરી લોકમેળાના આયોજનમાં એસઓપી પાલન શક્ય જ ન હોવાનું અને રાજકીય ભલામણને કારણે વગર એસઓપી પાલન કર્યે લોકમેળા યોજાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

યાંત્રિક રાઇડસના વિકલ્પમાં મનોરંજક કાર્યક્રમ : કલેકટર

રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે લોકમેળાની ગુચ ઉકેલાય તેમાટે સવારે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ પોતાની ત્વરિત અને મક્કમ નિર્ણય શક્તિનો પરિચય આપી બપોર બાદ રાઈડસ સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં પણ તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની એસઓપીમાં કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે. દરમિયાન જિલ્લા કલેકટર  ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે,ભૂતકાળમાં રાજકોટના લોકમેળામાં લોકોને મનોરંજન માટે જાણીતા કલાકારોને બોલાવી કાર્યક્રમ યોજાતા હતા તે તર્જ ઉપર પણ લોકોને મનોરંજન મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે અને મેળામાં રાઇડ્સ ન હોય તો પણ મનોરંજનમાં કોઈ ઓટ ન આવે તેવો ટનાટન લોકમેળો યોજવામાં આવશે તેમ જણાવી રાઇડ્સ વગરના મેળા માટે પ્લાન-બી રેડી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટના રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી-લેન કરવામાં આવશે

 SOP પાલન કરવું અશક્ય : રાઇડ્સ સંચાલક

લોકમેળામાં રાઈડ્સનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે મંગળવારે જિલ્લા કલેકટરે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે એસઓપી પાલનમાં કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમા રાઇડ્સ સંચાલક કૃણાલ ભટ્ટે જણાવ્યું હતું કે, એસઓપી પાલન શક્ય જ નથી. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે જે જે મેળાઓ યોજાયા હતા તે બધા SOP પાલન સાથે નહીં પણ રાજકીય ભલામણથી યોજાયા હોવાનું જણાવી રાજકોટના લોકમેળામાં પણ એસઓપીમાં છૂટછાટ મળે તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક એસોસિએશન રાજકીય આગેવાનો સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ રાઇડ્સ સંચાલકે ફાઉન્ડેશનના બદલે બીજા વિકલ્પ આપવા માંગણી કરી ભૂતકાળમાં રાઈડસને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ ન હોવાનો રાગ આલાપ્યો હતો.

Share Article

Other Articles

Previous

‘વોઇસ ઓફ ડે’નાં સમાચારનો પડઘો : રાજકોટ GST અપીલમાં મળ્યા એક સાથે બે ડેપ્યુટી કમિશનર

Next

રાજકોટના રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી-લેન કરવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
56 મિનિટutes પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
1 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
2 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

રીલની ઘેલછામાં મળ્યું મોત : અમદાવાદની ફતેહવાડી કેનાલમાં કાર સાથે ખાબકેલા 3 યુવકોના મૃતદેહ મળ્યા
ગુજરાત
4 મહિના પહેલા
પૂજા સ્થળ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી, સીજેઆઈએ કહ્યું, કેન્દ્ર સરકારનો જવાબ ન આવે ત્યાં સુધી સુનાવણી આગળ નહીં થાય
Breaking
7 મહિના પહેલા
500 માંથી 500 માર્ક! આવી માર્કશીટ તમે ભાગ્યે જ જોઈ હશે, અમદાવાદની ઈશાનીએ કરી કમાલ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
જ્યારે TMKOCના ‘જેઠાલાલે’ સલમાન ખાન સાથે રૂમ શેર કર્યો હતો…થયું હતું કઈક આવું, વર્ષો બાદ જણાવ્યો’તો કિસ્સો  
Entertainment
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર