PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દરને લઈ મોટું અપડેટ : સરકારે મધ્યમ-નબળા વર્ગને આપી રાહત
સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે PPF અને NSC સહિત વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત છઠ્ઠો ક્વાર્ટર છે જ્યારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એવા સમાચાર બહાર આવ્યા હતા કે સરકાર વ્યાજ દર ઘટાડી શકે છે પણ સરકારે એવું કર્યું નથી.

નાણા મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે, “1 જુલાઈ, 2025 થી શરૂ કરીને 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રહેશે. આ યોજનાઓને નાણાકીય વર્ષ 2025-26 ના એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે સૂચિત કરાયેલા વ્યાજ દર સમાન મળશે.”
આ પણ વાંચો : Indian Railway Rules Changes : તત્કાલ ટિકિટથી લઈને ચાર્ટ અપડેટ સુધી, આજથી લાગુ થયા રેલવે મુસાફરી સંબંધિત 5 મોટા ફેરફારો
સૂચના અનુસાર, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળની થાપણો પર 8.2% વ્યાજ દર મળશે, જ્યારે ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ 7.1% રહેશે. લોકપ્રિય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ યોજનાઓના વ્યાજ દરો પણ બીજા ત્રિમાસિક ગાળા માટે અનુક્રમે 7.1% અને 4% પર જાળવી રાખવામાં આવ્યા છે.