Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

મેઘરાજાએ સૌરાષ્ટ્રની વાટ પકડી : છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જુનાગઢમાં 6 ઇંચ વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો

Fri, June 27 2025


ચોમાસાના પ્રારંભ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસેલા મેઘરાજાએ અઠવાડિયાના મેઘવિરામ બાદ ફરી સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા દક્ષિણ ગુજરાત ઉપર ઓળઘોળ બન્યા બાદ અષાઢીબીજની પૂર્વ સંધ્યાએ અચાનક જ મેઘરાજાએ સૌરાષ્ટ્રની વાટ પકડી હતી ત્યારે છેલ્લી 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. ત્યારે જુનાગઢના માળીયા હાટીનામાં 6.18 વરસાદ પડ્યો હતો. વારા ફરતી વાર મેહુલિયો સમગ્ર ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રો માટે પણ રાહતના સમાચાર છે.

freepik


ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા હાટીનામાં 6.18 ઈંચ, વિસાવદરમાં પાંચ ઈંચ તો રાજકોટમાં સાંજ સુધીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે પણ રાજકોટ, જૂનાગઢ અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠાના વડાળીમાં પણ 153 મિલીમીટર (6.0 ઇંચ), ગીર સોમનાથના તાલાલામાં 135 મિલીમીટર (5.31 ઇંચ) વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા અને જૂનાગઢના વિસાવદરમાં 133 મિલીમીટર (5.24 ઇંચ) વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

માંગરોળ (જૂનાગઢ) 130 મિલીમીટર (5.1 ઇંચ) અને ખેરગામ (નવસારી)માં 119 મિલીમીટર (4.69 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 117 મિલીમીટર (4.61 ઇંચ),નવસારીના ચિખલીમાં 115 મિલીમીટર (4.53 ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં 108 મિલીમીટર (4.3 ઇંચ), ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર (4.1 ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં 102 મિલીમીટર (4.0 ઇંચ)  વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં


પોરબંદરના રાણાવાવમાં 3.23 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.1 ઈંચ, ખેરગામ (નવસારી)માં 119 મિલીમીટર (4.69 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 117 મિલીમીટર (4.61 ઇંચ),નવસારીના ચિખલીમાં 115 મિલીમીટર (4.53 ઇંચ), સાબરકાંઠાના ઇડરમાં 108 મિલીમીટર (4.3 ઇંચ), ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર (4.1 ઇંચ) અને બનાસકાંઠાના વડગામમાં 102 મિલીમીટર (4.0 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં વરસાદ

રાજકોટમાં ગુરુવારે બપોરે બે વાગ્યા બાદ રાજકોટમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજા વાજતે ગાજતે રુમઝુમ કરતા આવ્યા હોય તેમ ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચની જેમ દે ધનાધન વરસવાનું શરૂ કરતા એક કલાકમાં જ રાજકોટ શહેરમાં બે ઈંચથી વધુ વરસાદ વરસાવ્યો હતો.મેઘરાજાની તોફાની ઇનિંગને પગલે રાજકોટના રૈયારોડ, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, ત્રિકોણબાગ, રાજપૂત પરા, સામાકાંઠા વિસ્તાર સહિતના વિસ્તારમાં ચોતરફ પાણી-પાણીની સ્થિતિ વચ્ચે રાજમાર્ગો ઉપર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


6 દિવસ ભારે રાજ્યમાં પડશે ભારે વરસાદ : હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

28 જૂનની આગાહી

28 જૂનના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે.

29 જૂનથી 1 જુલાઈની આગાહી

રાજ્યમાં 29 જૂનથી 1 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે.

2 જુલાઈની આગાહી

2 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે  મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.


Share Article

Other Articles

Previous

સોલાર વોટર હીટિંગ સિસ્ટમમાં ISI માર્ક વાળી ટેન્ક ફરજીયાત : રાજકોટ જિલ્લાના 80 ઉત્પાદકોને અપાઈ ISI માર્કો લેવા માટેની પ્રક્રિયાની સમજ

Next

જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
23 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
23 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
23 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
23 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય : કેરેબિયન ફાસ્ટ બોલર્સ સામે ભારતીય ઓપનર્સને રમવામાં મુશ્કેલી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ચૂંટણીના પરિણામો સુધી શેરબજારમાં અફડા તફડીનો માહોલ રહેશે
બિઝનેસ
2 વર્ષ પહેલા
કેજરીવાલને ઇડીનું બીજું સમન્સ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સલામતી વ્યવસ્થા પૂરી ના પાડતા ભારતનો કોન્સ્યુલર કેમ્પ કેન્સલ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર