Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?

Fri, June 20 2025


રાજ્યમાં વિધાનસભાની બે બેઠક સૌરાષ્ટ્રમાં વિસાવદર અને ઉત્તર ગુજરાતમાં કડી પર 3 આજે મતદાન યોજાયું હતું. બન્ને જગ્યાએ સાંજે પાંચ વાગ્યા સુધી 54 ટકા મતો પડયા હતા. તંત્ર દ્વારા સાંજે છ વાગ્યા સુધીમાં 60 થી 62 ટકા મતદાન થયું હોવાનો અંદાજ લગાવાયો છે. બન્નને બેઠકોમાં વિસાવદરની સીટ ભાજપ અને આપ માટે હોટકેક-પ્રતિષ્ઠાના જંગ જેવી હોવાથી ચૂંટણીતંત્ર તથા સુરક્ષા વ્યવસ્થા સંભાળનાર પોલીસ તંત્ર માટે પર ચિંતારૂપ હતી. છૂટપુટ તણખાઓ બાદ કરતાં કોઈ મોટી એવી ઘટના ન બનતા શાંતિપૂર્ણ મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. 2022માં વિસાવદરની બેઠક પર 59.59 ટકા મતદાન થયું હતું. આ વખતે 4 ટકા જેવો વધારો થતાં આ મતદાન કોના તરફી થયું ? તેના પર રાજકીય પક્ષોએ મદાર માંડયો છે.

વિસાવદરની બેઠક સેન્સિટીવ જેવી હોવાથી પ્રથમથી જ ત્યાં પેરામિલીટરી ફોર્સની સાત કંપની ઉપરાંત ૧૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓનો સ્ટાફ બંદોબસ્ત ૨૯4 મતદાન મથકો પર મુકવામાં આવ્યો હતો. આજે સવારથી મતદારોની લાઈનો રહી હતી. વિસાવદર બેઠકમાં સાંજે મતદાન પૂર્ણ થતાં રૂ.61 લાખ મતદારો પૈકી 60ટકાથી વધુ મતદારોએ પોતાના નવા ધારાસભ્ય કોણ ? તે ચૂંટણી કાઢવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોના પોલિંગ એજન્ટોની હાજરીમાં મતદાન મથકો પરના પોલિંગ સ્ટાફ દ્વારા ઈવીએમ, વીવીપેટ સીલ કરાયા પુરતા સુરક્ષા જાપ્તા સાથે સ્ટ્રોંગરૂમમાં પહોંચતા કરવા કવાયત કરાઈ હતી. 2,35,613 પુરૂષો, 1,25,480 મહિલા અને અન્ય ચાર મતદારોવાળી વિસાવદર વિધાનસભામાં 294 મતદાન બૂથ પર આજે મતદાન થયું હતું.

મતદાન ચાલુ હતું એ દરમિયાન વિસાવદરના થુંબાળા ગામે 15 જેટલી કારમાં ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓએ આવીને બૂથ પર બેઠેલા આપના પોલિંગ એજન્ટને બહાર નીકળી જવા ધમકી આપ્યાનું કહી આમ આદમી પાર્ટીના ચૂંટણી એજન્ટે હાજર પોલીસ સ્ટાફ સાથે ભારે ચડભડ કરી હતી. પોલિંગ ઓફિસરને લેખિત ફરિયાદ આપી હતી.

આપના અગ્રણીઓ એવા આક્ષેપ કરતાં રહ્યા હતા કે ભાજપ સત્તાના જોરે પોલીસ અને ચૂંટણી વિભાગના કર્મચારીઓ, અધિકારીઓને દબાવીને ધાર્યું કરવા માંગે છે. જ્યારે સામે પક્ષે ભાજપના આગેવાનોએ પણ આપ હાર ભાળી જતાં આવા મતદારોને રોકવા કે ખોટા દેકારા-આક્ષેપો કરે છે.

સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં આજે જોગાનુજોગ વરસાદે પણ વિરામ લેતા મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા હતા. મતદાનનો આંક ૬૨ ટકાની ઉપર જવાનો અંદાજ લગાવાયો છે. ભાજપ, આપ અને કોંગ્રેસે પણ પોતાની જીતના દાવા કર્યા છે.

ભેંસાણમાં મતદાર જીદે ચડ્યો, હું મારો મોબાઈલ રેઢો ન મૂકું: માંડ મનાવ્યો

ભેંસાણના સ.વ. પટેલ પે-સેન્ટર શાળામાં મતદાન કેન્દ્ર પર મતદારે મોબાઈલ કાઉન્ટર પર જમા કરાવવાની ના પાડી થોડીવાર તો સ્ટાફને મૂંઝવી દીધો હતો. મત આપવા જતી વખતે બહાર સ્ટાફે મોબાઈલ જમા કરાવવાનું કહેતા મતદાર કહે મારે એક મત માટે મારો દસ હજારનો ફોન રેઢો કેમ મૂકવો ? ગૂમ થઈ જાય તો કોની જવાબદારી ? મોબાઈલ લઈને જ અંદર જઈશ કહી જીદ પકડી હતી જેથી હાજર સ્ટાફે મોબાઈલ અહીં જ રહેશે, ટોકન આપશું કહી સમજાવતા મતદાર માંડ માન્યો હતો.

આ પણ વાંચો : આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?

વિસાવડ ગ્રામજનોએ આકરો મિજાજ બતાવ્યો

વિસાવડ ગામે મતદાન કેન્દ્ર નજીક જ ચારેક કારમાં આવીને કેટલાક ઈસમો દ્વારા બહાર આપના કાર્યકર્તાઓના ટેબલ, ખુરશી ઉલાળી નખાયા હતા. મતદારોમાં મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલતા હતા જેથી મહિલાઓ ઉપરાંત દોડી આવેલા પુરૂષોએ આકરો મિજાજ બતાવ્યો હતો અને ચારેય કાર ત્યાંથી નીકળી ગઈ હતી. સ્થાનિક વ્યક્તિઓએ એવા આક્ષેપ કર્યા હતા કે ભાજપના ઝંડા લગાવેલા હતા અને પીધેલા હતા, સાથે કોણ હતા તે નામો લઈને આક્ષેપ કર્યા હતા.

મતદારોને રોપાઓ અપાયા, સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા

મતદાન મથકોએ મત આપવા આવતા મતદારોને ગ્રીન પ્રોજેક્ટ, ગ્રીન મતદાન મથક હેઠળ તંત્ર દ્વારા મત આપીને આવે એટલે આગ-અલગ વૃક્ષ, છોડના રોપાઓનું વિતરણ થયું હતું. કાયમીપણે મત આપીને ખાલી હાથે પરત ફરતા મતદારોને મતદાન કેન્દ્ર બહાર રોપાઓ અપાતા મતદારો પણ થોડીવાર તો આશ્ચર્ય પામ્યા હતા. લોકશાહી માટે મતદાન જરૂરી, પર્યાવરણ માટે વૃક્ષો જરૂરી- મેં મતદાન કર્યું એવા લખાણ સાથે મતદાન મથક બહાર ખાસ સેલ્ફી પોઈન્ટ ઉભો કરાયો હતો જેમાં મતદાતાઓ મત આપી રોપા સાથે સેલ્ફી પોઈન્ટમાં ફોટો લેતા હતા. વિસાવદર, કલસરી સહિતના મતદાન મથકો પર મનદાગેને ગેમ વિન્ડીન કરાવ્યા મે મતદાન કયું છે.

આ પણ વાંચો : આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’

મતદાનમાં 4% જેવો વધારો, કોને ફળશે અને કોને નડશે?

વિસાવદર વિધાનસભાની બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપના હાથમાં આવતી નથી. પેટાચૂંટણીમાં આ બેઠક હુક એન કૂક મેળવવા માટે ભાજપે માઈકો પ્લાનિંગ સાથે એડીચોટીનું જોર લગાવ્યું છે. સામે આમ આદમી પાર્ટીએ પણ અંત સુધી લડી લીધું હતું. આજે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થતાં 60 ટકા જેવું મતદાન થયાનો જાણકારોનો અંદાજ છે. 2022માં 56.59 ટકા મતો પડયા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર 7000 મતે વિજય થયા હતા. આ વખતે આજે 4 ટકા જેવું મતદાન વધતા આ મતદારો કોના તરફી ઢળ્યા હશે ? તે માટે આપ અને ભાજપે બન્ને વર્તારા માંડ્યા છે. ભાજપનો અંદાજ એવો છે કે, આ 4 ટકા મત ભાજપ તરફી પડ્યા છે અને ગત વખતની આપની લીડ આરામથી કપાઈ જશે, ભાજપ વિજયી બનશે. જ્યારે સામે પક્ષે આપના અગ્રણીઓએ આ વખતે મતદારોએ મન મુકીને આપને મત આપ્યા છે એટલે ગત વખતથી વધુ લીડથી આપનો વિજય નિશ્ચિત છે તેવો દાવો કર્યો છે. જો કે, બન્નેના દાવામાં આ 4 ટકા મત કોને ફળશે અને કોને નડશે તે સોમવારે ઈવીએમ ખૂલ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Share Article

Other Articles

Previous

અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ

Next

આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
1 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
1 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
2 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

લે બોલ.. .. યુપી વિધાનસભા કેમ્પસમાં પાણી ઘૂસી ગયા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટ શહેર પોલીસના પગાર અટવાયા : હેડ ક્વાર્ટરના કર્મીઓને ડબલ માર, રજા-પગારથી પણ વંચિત !
ગુજરાત
2 મહિના પહેલા
CTમાં પાકિસ્તાન સિવાય દરેક ટીમના બેટરે ફટકારી સદી : ન્યુઝીલેન્ડના ત્રણ બેટર 100 રન સુધી પહોંચ્યા તો ભારત વતી કોહલી-ગીલ મોખરે
સ્પોર્ટ્સ
4 મહિના પહેલા
કેજરીવાલ એ કહ્યું,’ જવાબ દેવા માટે તૈયાર છું, પણ વીડિયોના માધ્યમથી..’જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર