VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
સુરત પોલીસે એક બિલ્ડર પાસેથી ૨ કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી છે. કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. બિલ્ડરે ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.
આ ગુનામાં કીર્તિ પટેલ ઘણા સમયથી નાસતી ફરતી હતી. કીર્તિ પટેલ અમદાવાદમાં હોવાની માહિતીના આધારે સુરતની કાપોદ્રા પોલીસ અમદાવાદ ગઈ હતી અને સરખેજ વિસ્તારમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.
આ કેસની વિગતો મુજબ, વજુ કાત્રોડિયા અને વિજય સવાણી વચ્ચે પ્રોપર્ટીની લેતી-દેતી અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 2024માં આ કેસ બોર્ડ પર આવવાનો હોવાથી, વિજય સવાણીએ કીર્તિ પટેલ સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી પૈસા પડાવવાનું કાવતરું રચ્યું. કીર્તિ પટેલે કાત્રોડિયાના ફોટા સાથે રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. તેણે લાઈવ આવીને ફરિયાદી અને તેના પરિવારને અપશબ્દો કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ પણ વાંચો : બાળકની હત્યાના કેસમાં 25 વર્ષથી વોન્ટેડ મહિલાને આજીવન કેદની સજા : માસૂમનું ગળું દબાવી, માથામાં દસ્તો ઝીંકી ઉતાર્યો’તો મોતને ઘાટ

આલોક કુમાર (ડીસીપી) એ જણાવ્યું હતું કે, બે જુન 2024ના રોજ ખંડણી સહિતનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત પાંચથી વધુ સામે નોંધાયો હતો.છેલ્લા એક વર્ષથી તે ભાગતી ફરતી હતી. પોલીસથી બચવા માટે તે ફોનના આઇપી એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી અને ગુજરાતમાં અલગ-અલગ લોકેશન પણ બદલ્યા કરતી હતી. આ સાથે જ ફોન નંબર પણ તે ચેન્જ કર્યા કરતી હતી. ઈન્સ્ટાગ્રામમાં તે વધુ સક્રિય રહેતી હતી. ફોન નંબર બદલતી હોવા છતાં પણ ફોન એક જ રાખતી હતી. આ સાથે જ ફોન ઓન ઓફ સતત કર્યા કરતી હતી. આ સાથે જ કોર્ટમાંથી તેના વિરુદ્ધ વોરંટ પર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન હ્યુમન રિસોર્સ અને ટેકનિકલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસને તેનું લોકેશન અમદાવાદના સરખેજ ખાતે મળ્યું હતું. જેથી સુરત ઝોન વન એલસીબી કાપોદ્રા પોલીસ અને સરખેજની સ્થાનિક પોલીસ ની મદદથી કીર્તિ પટેલને અમદાવાદના સરખેજ ખાતેથી પકડી પાડવામાં આવી હતી.