DEOની નોટિસનો ઉલાળીયો: ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે રાજકોટના સ્કૂલ સંચાલકોનું દબાણ
ચોક્કસ જગ્યાથી પુસ્તકો, યુનિફોર્મ અને નોટબુકની ખરીદી માટે દબાણ કરતી રાજકોટની 25 જેટલી ખાનગી શાળાઓને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ હજુ અમુક સ્કૂલો દ્વારા વાલીઓને ફિક્સ જગ્યાએથી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતા વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર આંદોલન માટેનું અલ્ટીમેટમ આપ્યું છે.

કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ વિભાગના પરિપત્રનો ભંગ કરીને વાલીઓને ચોક્કસ સ્થળેથી પુસ્તકો અને યુનિફોર્મ લેવા માટેના હજુ પણ સર્ક્યુલર મોકલવામાં આવી રહ્યા છે. 25 જેટલી શાળાઓને નોટિસ ફટકારી હોવા છતાં પણ સંચાલકોને કોઈ અસર નથી અને પરિપત્ર અને નોટીસનો ઉલાળ્યો કરીને હજુ પણ ચોક્કસ જગ્યાથી ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : જનનીની જોડ સખી નહી જડે રે લોલ! રાજકોટની માતાએ પુત્રને કિડની આપી બીજી વાર આપ્યો ‘જન્મ’
શિક્ષણ વિભાગ પણ શાળા સંચાલકોને છાવરી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે આવી સ્કૂલોનાં નામ સામે આવ્યા છે. એમાં તપોવન સ્કૂલ દ્વારા બાજુમાં આવેલ શિવમ બુક પર બુક વિતરણ કરવામાં આવશે તેવો પરિપત્ર જ્યારે ઉદગમ સ્કુલ દ્વારા પણ પરિપત્ર અપાયો છે .