5 વર્ષની નાની ઉંમરના બાળકની કસ્ટડી માતાને જ આપી શકાય : ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો
લગ્ન થયા બાદ પતિ-પત્ની અંગત કારણોસર ડિવોર્સ પણ લઈ શકે છે. તેમને આ કાયદાકીય અધિકારી આપવામાં આવે છે ત્યારે જો લગ્ન બાદ સંપતિને સંતાન હોય અને પતિ-પત્ની અલગ થવા માંગતા હોય ત્યારે બાળકોની કસ્ટડી કોને આપવામાં આવે તે મોટો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વ્યાજબી કારણો સિવાઈ 5 વર્ષથી નાની ઉંમરના બાળકોની કસ્ટડી માતા સિવાઈ કોઈને પણ ન સોંપવાનું જણાવ્યું હતું. પતિ સાથે પત્નીએ જવાની અનિચ્છા દર્શાવતા અદાલતે મહિલાની તરફેણમાં નિણર્ય લીધો છે અને બાળકની કસ્ટડી માતા સિવાઈ કોઈને પણ ન સોંપવાનું જણાવ્યું હતું.

શું છે સમગ્ર મામલો?
અરજદાર પિતા તરફથી રિટ અરજી દાખલ કરવામાં આવી હતી જે પત્ની અને બાળકો બાબતે હતી. વર્ષ 2008માં અરજદારના વર્ષ 2008માં લગ્ન થયા હતા અને તેમને બે પુત્રો અને એક ત્રણ વર્ષની પુત્રી સંતાનમાં છે. જો કે, ગયા મહિને કોઇક કારણસર તેની પત્ની તેમની નાની ત્રણ વર્ષની બાળકીને લઈને કયાંક જતી રહી છે. અરજદારે તપાસ કરી પરંતુ પત્ની અને બાળકો ક્યાંક મળ્યા નહીં. સગા-સબંધીઓને પૂછતાછ કરી ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરી પરંતુ કયાંય પત્ની અને બાળકો ન મળી આવતા છેવટે અરજદારે સ્થાનિક પોલીસ ફરિયાદ પણ દાખલ કરી.

પોલીસના નિષ્ફળ પ્રયાસો
પત્ની અને બાળકોને શોધવા માટે તમામ પ્રયત્નો કરવા છતાં પત્ની અને ત્રણ બાળકો મળ્યા નહીં અને પોલીસ દ્વારા પણ શોધવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા ત્યારે અરજદારે ફરી પ્રયાસો કરતાં ખબર પડી છે કે, તેમની પત્ની અને પુત્રી રાજસ્થાનમાં છે અને સંબંધિત લોકો દ્વારા તેઓને ગેરકાયદે ગોંધી રખાયા છે, તેથી અદાલતે આ કેસમાં અરજદારની પત્ની અને પુત્રીને તાત્કાલિક શોધી અદાલત સમક્ષ હાજર હુકમ કર્યો હતો. અદાલતના હુકમ બાદ પોલીસે પત્ની અને પુત્રી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન પત્નીએ અરજદાર સાથે જવાની અનિચ્છા દર્શાવી હતી અને પુત્રીની વય પણ ત્રણ વર્ષથી નાની હોવાથી તેને પણ પોતાની સાથે જ રાખવાની માગ કરી હતી ત્યારે મહિલાનની તરફેણમાં જ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે 5 વર્ષની નાની ઉંમરના બાળકને માતાથી કોઈ અલગ કરી શકે નહીં. બાળકની સ્થિતિ સમજીને અદાલત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંતાનનો ઉછેર માતા જ સારો કરી શકે છે: હાઇકોર્ટ
બાળકને સૌથી વધુ જરૂર તેની માતાની હોય છે. નાના બાળકને સૌથી વધુ તેની માતા જ સમજી શકે ત્યારે આ અનુસંધાને ત્યારે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પત્નીની ઈચ્છા અને બાળકોની ઉંમર સૌપ્રથમ જાણી હતી અને ત્યારબાદ નિણર્ય સાંભળાવીને જણાવ્યું હતું કે કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જયાં સુધી કોઇ વાજબી કે પૂરતા કારણો ના હોય તેમજ પાંચ વર્ષથી નાની ઉંમરનું સંતાન હોય તો તેની કસ્ટડી માતા સિવાય અન્ય કોઇને સોંપી શકાતી નથી. કારણ કે, માતા જ તેનો સારી રીતે ઉછેર કરી શકે છે. પ્રસ્તુત કિસ્સામાં પણ બાળકીની ઉંમર ત્રણ વર્ષની એટલે કે પાંચ વર્ષની નાની છે, તેથી તેની માતા જ પૂરતી કાળજી લઇ શકે એમ હોઈ પુત્રીની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે. અદાલતનો અભિપ્રાય છે કે, આ ઉંમરમાં તેની માતા જ તેની પૂરતી કાળજી લઇ શકે તેમ છે, તેથી અરજદાર પિતાને પુત્રીની કસ્ટડી સોંપવાની માંગણી હાલના તબક્કે સ્વીકારી શકાય તેમ નથી.