પાકિસ્તાનની નાલાયકીથી 200થી વધુના જીવ જોખમમાં મૂકાયા! જાણો શું છે સમગ્ર ઘટના
દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં મેજર ટર્બ્યુલન્સનો અનુભવ થયો હતો અને ફ્લાઈટના કેપ્ટને એરપોર્ટને ઈમરજન્સી જાહેરાત કરી હતી. જો કે, સદભાગ્યે કોઈ દુર્ઘટના થઇ ન હતી અને પ્લેન સેઈફ લેન્ડ થયું હતું.
અચાનક કરા પડવાથી ઇન્ડિગોના એર ક્રાફ્ટના આગળના ભાગને નુકશાન પહોંચ્યું હતું. એવામાં અહેવાલ છે કે ટર્બ્યુલન્સ ટાળવા પાઇલટે શરૂઆતમાં પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં થોડા સમય માટે પ્રવેશવાની પરવાનગી માંગી હતી;.જોકે, આ વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.
એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ફ્લાઇટ 6E 2142 સાથે બનેલી આ ઘટનાની તપાસ કરી રહ્યું છે, જેમાં મેજર ટર્બ્યુલન્સનો અનુભવ થયો હતો.ઈન્ડીગોની ફ્લાઈટ 6E 2142 માં મુસાફરો અને કેબીન ક્રૂ સહીત 220થી વધુ લોકો સવાર હતાં જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદોનો પણ સમાવેશ થાય છે.
ફ્લાઈટ દિલ્હીથી ટેક ઓફ થયા બાદ હવામાં હતી ત્યારે અચાનક હવામાન બદલાયું હતું, કરા પડવા લગતા પાઇલટે શ્રીનગર એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલને “ઇમરજન્સી” જાહેર કરી. સદભાગ્યે એરક્રાફ્ટ સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. અહેવાલ મુજબ એરક્રાફ્ટ અમૃતસર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે ટર્બ્યુલન્સનનો અનુભવ થયો હતો. પાઈલોટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માંગી. જોકે, લાહોર ATC એ વિનંતીને નકારી કાઢી હતી.
લાહોર ATC એ વિનંતીને નકારી કાઢતા એરક્રાફ્ટે તેનો મૂળ ફ્લાઈટ પાથ જાળવી રાખ્યો અને ટર્બ્યુલન્સમાંથી પસાર થવું પડ્યું હતું. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ શ્રીનગરમાં સુરક્ષિત લેન્ડ થયું હતું. પરંતુ, જો કોઈ દુર્ઘટના બની હોત તો પાકિસ્તાનનું ઘમંડ લોકોના મોત માટે જબદાર બન્યું હોત. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. DGCAના તાપસ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.
તૃણમૂલ કોંગ્રેસના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ ફ્લાઇટમાં હતું, જેમાં ડેરેક ઓ’બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થાય છે. સાગરિકા ઘોષે કહ્યું, “અમે મોતના મુખમાંથી બચીને આવ્યા. મને લાગ્યું કે મારું જીવન પતી ગયું છે. લોકો ચીસો પાડી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા અને ગભરાઈ રહ્યા હતા.”
