ધો.10નું રિઝલ્ટ જાહેર : બનાસકાંઠા જિલ્લાએ સૌથી વધુ પરિણામ સાથે બાજી મારી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
ધોરણ 12નાં પરિણામ બાદ આજે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8:00 વાગ્યે GSEB.ORGની વેબસાઈટ અને વોટ્સએપ નમ્બર 6357300971 પરથી વિદ્યાર્થીઓ જાણી શકે. બોર્ડનું પરિણામ આ વર્ષે 83.08% આવ્યું છે. બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ પરિણામ 89.29%સાથે મોખરે છે તો કાંસા અને ભાવનગરનું ભોળાદ કેન્દ્ર 99.11% સાથે કેન્દ્ર સૌથી આગળ છે.
તાજેતરમાં ગત સોમવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં જ ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાતમાંથી 8.92 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી ત્યારે 6,20,532 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ આવ્યું છે તો સૌથી ઓછું ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું 29.56% પરિણામ આવ્યું છે.
આ વર્ષે બોર્ડની પરીક્ષા 15 દિવસ પહેલા પર લેવાઈ હતી ધોરણ 10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી યોજાઈ હતી. રીઝલ્ટ પહેલા ગઈકાલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડીંડોરે ટ્રીટર પર પરીક્ષાના પરિણામ અંગેની જાહેરાત કરી હતી. બોર્ડની પરીક્ષાના પરિણામો બાદ આગામી દિવસોમાં પૂરક પરીક્ષા તેમજ માર્કશીટ સહિતની માહિતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.
વેબસાઇટથી પરિણામ આ રીતે કરો ચેક
- GSEBની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ
- ગુજરાત SSC Result પર કિલક કરો
- રિઝલ્ટ લીંકમાં રોલ નંબર એન્ટર કરો
- બાદ આપને માર્કશીટ જોવા મળશે જેને ડાઉનલોડ કરી શકો છો
