બટેટાએ બગાડ્યું બજેટ : હોલસેલમાં ₹ 15/- કિલો અને છૂટકમાં ₹ 40/-, ગૃહિણીઓ પરેશાન
ઉનાળાના કારણે શાકમાર્કેટમાં ભીંડા, ગુવાર, ચોળા, ટિડોળા અને તુરીયા સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે તેવામાં છેલ્લા બે-ત્રણ દિવસમાં બટાટા આતંકી જેવા નફાખોરોએ હોલસેલ માર્કેટમાં બટાટાના ભાવ સ્થિર હોવા છતાં છૂટક બજારમાં બમણાથી પણ વધુ ભાવ વધારો કરી નાખતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટાટાની દૈનિક 3300 થી 3500 કવીન્ટલ આવક છે અને 15 દિવસથી હોલસેલ માર્કેટમાં બટાટા 300 થી 315 સુધીના ભાવે પ્રતિમણ વેચાઈ રહ્યા છે જયારે છૂટક માર્કેટમાં આ જ બટાટાના 30 થી 40 રૂપિયા કિલોના ભાવ લેવાઈ રહ્યા છે.

ઉનાળાના દિવસોમાં લીંબુના બાવ આસમાને પહોંચ્યા છે. જો કે, સતત આવકને કારણે હોલસેલ માર્કટમાં લીંબુના ભાવમાં નરમાઈ જોવા મળી છે છતાં છૂટક બજારમાં લીં ખુના ભાવ ઘટયા નથી. બીજી તરફ માર્કેટિંગ પાર્ડમાં નવા બટાટાની વિપુલ આવક વચ્ચે છેલ્લા 15 દિવસથી પ્રતિમણ 300 થી 315 રૂપિયાના ભાવે બટાટાનું વેચાણ થઈ રહ્યું હોવા છતાં રાજકોટની વિવિધ શાકમાર્કેટમાં અચાનક જ ગરમીના પારાની જેમ બટાટાના ભાવમાં તોતિંગ વધારો કરી ગ્રાહકોને લૂંટવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી બજારમાં બટાટા 30 થી 40 રૂપિયે કિલોગ્રામ વેચવા લાગતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 3000 થી 4000 ક્વીન્ટલ એટલે કે, 15 થી 20 હજાર મણ બટાટા ઠલવાઈ રહ્યા છે જેની સામે બટાટા હોલસેલ માર્કેટમાં સરેરાશ 150 રૂપિયાથી લઈ 315 રૂપિયા સુધીના ભાવે વૈચાણ થઇ રહ્યા હોવા છતાં છૂટક વેપારીઓ નફાખોરી કરી ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે તા.24 એપ્રિલના રોજ રાજકોટ યાર્ડમાં 3240 કવીન્ટલ બટાટાની આવક નોંધાઈ હતી જેની સામે રૂ.140થી 311 રૂપિયાના ભાવે ભટાટાનું વેચાણ થયું હોવાનું માર્કેટિંગ યાર્ડના આંકડા જણાવી રહ્યા છે.
