આ છે સલામત સવારી? એસ.ટી. બસના ડ્રાઇવરે સ્પીડબ્રેકર ટપાડીને વૃધ્ધની કમરના મણકા ખેડવી નાખ્યા…!
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસના ચાલકે ચાર લોકોને કચડી નાખ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યારે હવે એસ.ટી.બસના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવિંગ કરીને વૃદ્ધના કુમરના મણકા ખેડવી નાખતાં તેની સામે ગુનો નોંધાયો હતો.આ અંગે ઉપલેટાના વડાળી ગામે રહેતાં અને ખેતીકામ કરતાં ધીરજલાલ ઓધવજીભાઈ સોલંકી (ઉ.વ.62 )એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 15 એપ્રિલે તેઓ તેમની પુત્રી અલ્પાબેન ચાવડા સાથે જૂનાગઢ જવા માટે સવારે છ વાગ્યે બસસ્ટેન્ડમાંથી રાજકોટ-જૂનાગઢ રૂટની ઈલેક્ટ્રિક બસ GJ1KT-0403બસમાં જૂનાગઢ જવા માટે ચડયા હતા.
બસમાં ચડયા બાદ કંડક્ટરે ધીરજભાઈને કહ્યું હતું કે આગલની સીટ રિઝર્વેશન હોવાથી પાછલી સીટમાં બેસજો. આ પછી ધીરજભાઈ અને તેમની દીર્થો જૂનાગઢ જવા માટેની ટિકિટ લીધા હતા. બસ જૂનાગઢ જવા રૂવારના થઈ ત્યારે પી.કી માલવિયા રસ્તામાં એક સ્પીડ બ્રેકર આવ્યું હતું જેને જોયા વગર બસને પૂરપાટ ઝડપે ચલાવી સ્પીડબ્રેકર ટપાડી દેતાં ધીરજભાઈ સીટ પરથી ઉછળી પડ્યા હતા. આ વેળાએ તેમની કમર બસની સીટ સાથે ભટકાતાં દુઃખાવો ઉપડ્યો હતો.
દુઃખાવો સહન 7 થતાં ધીરજભાઈએ રાડો પાડીને બસ રોકાવવા માટેનું કહેતાં બસ અટકાવી એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડડ્યા બાદ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં કમરના મણકામાં ફ્રેક્ચર થયાનું ખુલતાં ઓપરેશન કરવું પડયું હતું. આમ બસના ચાલક બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરી ઈજા પહોંચ્યાની ફરિયાદ નોંધી પોલીસે એસ.ટી.બસના ચાલકની ધરપકડ કરવા તજવીજ કરી હતી।