બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATSએ 16 શખસોની 15 વેપન સાથે ધરપકડ : 32ની શોધખોળ
ગુજરાત રાજ્યમાં નકલીની બોલબાલા વચ્ચે એટીએસ દ્વારા અન્ય રાજ્યો મણિપુર, નાગાલેન્ડમાંથી બોગસ હથિયાર લાયસન્સો બનાવી ગુજરાતમાં વેચવાના રેકેટના કરેલા પર્દાફાશમાં હથિયારો વેચતી ગેંગના સાતને પકડયા બાદ હવે આવા હથિયારો ખરીદનારા ૪૯ પૈકીના આરોપીઓની ધરપકડનો દૌર આરંભ્યો છે. 16 શખસોને 15 હથિયાર અને કાર્ટિસના જથ્થા સાથે પકડી અન્યોની શોધ આદરી છે. ઝડપાયેલા 16 પૈકી એકના ક્યા શહેર-જિલ્લાના તે સરનામા એટીએસ દ્વારા જાહેર કરાયા નથી.
ત્રણ દિવસ પહેલાં એટીએસ દ્વારા મુખ્ય સુત્રધારો સેલા બોળિયા, વિશાલ પંડયા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, સદામ હુસૈન, બ્રિજેશ ઉર્ફે બીટુ મહેતા, મુકેશ બાંભાને પકડયા હતા અને તેઓની પૂછતાછમાં હાલના તબક્કે અનેક ઈસમોને ડુપ્લીકેટ વેપન લાઈસન્સ આપી
હથિયાર આપ્યાનું ખૂલ્યું હતું. આ ઈસમોએ જેને હથિયારો આપ્યા તેની ધરપકડનો રાઉન્ડ શરૂ થયો છે. 49 પૈકીના અનિલ ગૌરીશંકર રાવલ, અરજણ વિહા ભરવાડ, ભરત રામા ભરવાડ, મેહુલ રાજુ ભરવાડ, દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભૂવા, લાખા રઘુ ભરવાડ, મનિષ રમેશ રૈયાણી, નિતેષ ભાયા મીર, રમેશ ભોજા ભરવાડ, રીશી ઉમેશભાઈ દેસાઈ, સમીર ભીખુ ગધેથરિયા, વિરાજ જોગા ભરવાડ તથા વિરમ સોંડા ભરવાડની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્ટલ, 12 બોરની પાંચ ગન મળી 15 હથિયાર તથા 489 કાર્ટિસનો જથ્થો કબજે કર્યો હતો. આરોપીઓ પાસેથી 108 ઈસમોને શંકાસ્પદ રીતે હથિયારો મેળવ્યા હતા. આવા તમામ શખસોની ધરપકડ કરવા એટીએસ દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઈને દોડધામ કરાઈ રહી છે.