Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝ

જામનગરમાં પરિણીતાએ પ્રેમીને ટીપ આપી પતિની કરાવી હત્યા : પ્રેમી પંખીડાની પોલીસે કરી ધરપકડ

Tue, April 8 2025

જામનગરમાં યુવાનની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાને પામવા તેના પતિની કારની ઠોકરે હત્યા કરાઈ છે. મૂળ જામનગર જિલ્લાના કાલાવડના અને હાલ આશીર્વાદ એવેન્યુ-01, બહુચરકૃપા, બહુચરકુપા, રણજીતસાગર રોડ, જામનગર ખાતે છેલ્લા આઠ વર્ષથી રહેતા રવી મારકણા નામના 30 વર્ષીય યુવાનની પત્ની રિન્કલને અગાઉ તેના ઘરની સામે જ રહેતા આરોપી અક્ષય છગનભાઇ ડાંગરીયા સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધને પરિણામે રવિ અને રીંકલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડાનો ખારા રાખી અને બંનેએ પતિને પતાવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતુ અને પ્રેમીએ કારની ોકર મારી યુવકની હત્યા કર્યાના બનાવથી ચકચાર મચી છે. ત્યારે પોલીસે આ પ્રેમી પંખીડાની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો ?

ગઈકાલે પોણા પાંચેક વાગ્યાના સમયગાળામાં રવિ ધીરજલાલ મારકણા નામનો યુવાન પોતાનું બુલેટ મોટરસાયકલ જીજે 27 ડીજે 9310 લઈ જામનગરથી કાલાવડ ગયો હતો. બીજી તરફ અગાઉથી જ તૈયારી આરોપી અક્ષય તેની કાર સાથે આગોતરા આયોજનમાં હતો. આરોપીએ રવીની બાઈકનો પિછો કર્યો હતો. રવિ પોતાનુ બુલેટ લઇ કાલાવડથી જામનગર ઘરે જતો હતો આ વેળાએ વીજરખી ડેમ નજીક આવેલ મોગલ |માતાજીના મંદિર પાસે આરોપી અક્ષયે તેની જીપથી અકસ્માત કર્યો હતો. રવિની બુલેટને પાછળથી ફૂટબોલ કરી રવિને કચડી નાખ્યો હતો.

આજથી આશરે છએક મહીના પહેલા રવિએ બુલેટ મોટર સાઈકલ લીધી હતી. જે બુલેટ મોટર સાઇકલ ઘરે ઘરે પોતાના પિતાને બતાવવા અને માતાજીના દર્શન કરવા માટે ગઇકાલ તા.06/૦4/2025ના સવારના સાડા દશેક વાગ્યે કાલાવડ ગયો હતો. જ્યારે તેની પત્ની ઘરે જ રોકાયેલ હતી. રવિ પોતાના કુળદેવીના દર્શન કરી ગામડે જમીને બપોરના ચારેક વાગ્યે જામનગર આવવા માટે રવાના થયો હતો. દોઢ કલાક જેટલો સમયગાળો થઈ ગયો હોવા છતાં રવિ ઘરે ન પહોંચતા રવિના માતા પિતા જામનગર દીકરાના ઘરે ગયા હતા.

જ્યાં રવિની પત્નીને રવી બાબતે પૂછતા રવિની પત્ની રિકલે કહ્યું કે મારે અક્ષય સાથે સંબંધ હોય જેને લઇને ઝઘડા થતા હોવાથી મેં અક્ષયને ફોન કરીને જણાવેલ કે, રવિ ઘરેથી બુલેટ લઈને નીકળેલ છે. આજે મોકો છે કામ પતાવી નાખ તેમ કહેતા અક્ષયએ કહેલ કે, હું મારી ફોરવ્હીલ લઈને કાલાવડ જાવ છુ પછી તને ફોન કરું તેમ કહી તે તેની જીપકમ્પાસ કાર નંબર -20–8262 ની લઈને રવિની પાછળ પાછળ  કાલાવડ ગયેલ અને ત્યારબાદ બપોરના અક્ષયનો ફોન આવેલ અને કહેલ કે, હું કાલાવડની બહાર રવિની રાહ જોઈને ઉભો છુ રવિ હજી સુધી નીકળેલ નથી તેમ વાત કરેલ ત્યાર બાદ સાંજના પોણા પાંચેક વાગ્યે મને અક્ષયનો ફોન આવેલ અને વાત કરેલ કે, કાલાવડ-જામનગર રોડ પર મોગલ માતાજીનુ મંદીર આવેલ છે ત્યાં રોડ પર મેં મારી ફોરવ્હીલ કારથી રવિના બુલેટને પાછળથી ઠોકર મારી દીધેલ છે અને રવિને કાનમાંથી અને માથામાંથી લોહી નીકળી ગયેલ છે લગભગ મરી ગયેલ છે. બાદમાં ધીરજલાલના જમાઈ પ્રશાંતભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે, રવિનુ એકસીડન્ટ થયેલ છે.

કાલાવડના કૃષ્ણનગર એક વિસ્તારમાં રહેતા ધીરજલાલ ઉર્ફે મહેતાજી મોહનભાઈ મારકણા નામના મૃતક યુવાનના પિતાએ પંચકોસી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી અક્ષય છગનલાલ ડાંગરિયા અને રિકલ રવિ મારકણા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારે આજ રોજ પોલીસે બંને પ્રેમી પંખીડાને પકડી પાડયા છે. રવીના લગ્ન 2017ની સાલમાં થયા હતા અને રવીને સંતાનમાં જીયાન નામનો દોઢ વર્ષનો દીકરો છે.

Share Article

Other Articles

Previous

જયપુરમાં હિચકારી ઘટના : નશામાં ધુત્ત કારચાલકે 9 લોકોને કચડયા, 3 લોકોના મોત

Next

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફરી બ્રેસ્ટ કેન્સરનો શિકાર, જાણો આ રોગ કેટલીવાર થઈ શકે અને શું છે લક્ષણો ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
4 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
5 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
6 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

ટ્રમ્પની ટેરિફ ધમકીની શેરબજાર પર કોઈ અસર નહીં : સેન્સેક્સમાં 570 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
કોંગ્રેસ ઠન ઠન ગોપાલ : આવકવેરા વિભાગે બેન્ક ખાતા ફ્રીઝ કર્યા બાદ ખોલી નાખ્યા
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સૂર્ય કરશે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ : આ 9 દિવસ કરવો પડશે અસહ્ય ગરમીનો સામનો
ગુજરાત
2 વર્ષ પહેલા
35 વર્ષ પછી ઘર બન્યા ગેરકાયદેસર! અમદાવાદમાં 25 પરિવારો પર તંત્રનું સંકટ
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર