ભોપાલમાં આર્મી અધિકારી સામે કેવી ચોંકાવનારી ફરિયાદ થઈ ? શું થયું ? જુઓ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સેનાના એક ઓફિસર સામે ગંભીર આરોપ સાથેની ફરિયાદ દાખલ થઈ છે. અધિકારીએ મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું પરંતુ પછીથી ફરી જતાં મહિલાએ તેની સામે ફરિયાદ લખાવી હતી. ઉત્તરાખંડના હલ્દવાનીમાં હાલમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલ વરુણ પ્રતાપ સિંહની સામે મહિલા કોન્સ્ટેબલે રેપની ફરિયાદ નોંધાવી છે. આ અધિકારી ૩ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરી લગ્નની લાંચ સાથે અપરાધ કર્યો હોવાની વાત બહાર આવી છે . જો કે ફરિયાદ એક જ મહિલાએ નોંધાવી છે .
મહિલાએ કહ્યું કે 2012માં તે પહેલી વાર આરોપી અધિકારીના સંપર્કમાં આવી હતી તે વખતે તેણે દાવો કર્યો હતો કે તે અપરિણીત છે અને આર્મી કેન્ટીનમાં પોસ્ટેડ હતો. આર્મી ઓફિસરે તેને 25 ડિસેમ્બર, 2012 ના રોજ ભોપાલ સ્થિત પોતાના ઘરે બોલાવી હતી અને લગ્નનું વચન આપીને તેની સાથે “સહમતિથી શારીરિક સંબંધો” બાંધ્યા હતા.
ફરિયાદમાં, પીડિતાએ જણાવ્યું હતું કે 2013 માં તેણીને ખબર પડી કે આર્મી ઓફિસર પહેલાથી જ પરિણીત છે. જ્યારે તેણીએ સિંહને તેના વૈવાહિક દરજ્જા અંગે પૂછ્યું, ત્યારે તેણે તેણીને કહ્યું કે તે તેની પત્નીને છૂટાછેડા આપવાનો છે.
આ કેસમાં જે ચોંકાવનારી વાત સામે આવી છે તે એ છે કે આર્મી ઓફિસર બધી મહિલાઓને લગ્નની લાલચ આપીને સંંબંધ બાંધતો, મહિલાઓ સુખી સંસારની લાલચમાં તેની વાતમાં આવી ગઈ અને તેને શરીર સોંપી દીધું પરંતુ ઉપયોગ બાદ તેણે છોડી દીધી હતી. હકીકતમાં આ આર્મી ઓફિસરે ખાલી કામપૂર્તિ માટે મહિલાઓનો ઉપયોગ કર્યો હતો તેવી વાત બહાર આવી છે .
