Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભિક્ષાવૃત્તિનું મોટું દૂષણ : ટ્રાફિક સિગ્નલ પર પોલીસ હાજર છતાં આંખ આડા કાન ?

Mon, March 24 2025


રાજકોટ શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવાનું મોટું દૂષણ ચાલી રહ્યું છે. બાળ ભિક્ષાવૃત્તિ અટકાવવા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગે પુનિટ (એએચટીપુ)ની ટીમ તથા બાળ સુરક્ષા વિભાગ કક્યારેક અથવા તો નોંધ કરાવવા માત્રરૂપ એકાદ સ્થળે ચેકિંગ કરે કે આવા બાળકોને મુક્ત કરાવી કામગીરી કર્યાનો સંતોષ માની લે છે. શહેરભરમાં ટ્રાફિક સિગ્નલો પરથી બાળકોને ભિક્ષાવૃત્તિ દૂપણમાંથી બચાવવા કે હટાવવા થોડો વખત નિરંતર ચેકિંગ-રેઈડ સિગ્નલો પર હાથ ધરવામાં આવે, બાળકોને આવી વૃત્તિ કરાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી, ગુના નોંધાવવામાં આવે તો મહદ્અંશે દૂષણ અટકી શકે કે કો આવી શકે.

શહેરના ટ્રાફિક સિગ્નલો પર સાઈટ બંધ થાય કે તુરંત જ ફોર વ્હિલ, ટૂ-વ્હિલર્સ પાસે બાળકો ધસી આવે છે અને ભિક્ષાવૃત્તિ કરે છે. શહેરમાં મહત્તમ મુખ્ય માર્ગો પરના સિગ્નલો પર આ સમસ્યા કે બાળકો ભીક્ષાવૃત્તિ કરતા દેખાતા હોય છે. બાળકોને ભીક્ષાવૃત્તિ કરાવવા પાછળ તેના વાલીઓ અથવા તો આવા ઈસમો હોય છે. જે સિગ્નલો પર સવારથી જ ભાળકોને પહોંચતા કરે અથવા મોકલી આપતા હોય છે.

બાળકોને ભિક્ષાવૃત્તિમાં મળતી રકમ લઈ લેતા હોય છે. બાળ ભીક્ષાવૃત્તિ કરવા વાહન ધારક પાસે આવે એટલે બાળક સમજીને વ્યક્તિ રોકડ રકમ પણ આપતા હોય છે જેથી ભીક્ષાવૃત્તિ કરતા બાળકોના વાલીઓ કે આવા ઈસમો માટે બાળક આવકનું સાધન બની જાય છે. બાળકોના અભ્યાસ કે તેના ખેલકૂદ, બાળપણનું આવા ઈસમો ભાળમરણ કરી નાખે છે અને નાનપણથી બાળકને ભિક્ષાવૃત્તિની ગર્તામાં ધકેલી દે છે. ટ્રાફિક સિગ્નલો પર વાહનો પાસે વચ્ચે જ આવા બાળકો ધસી આવતા હોય, કાકલુદી જેવા દયો કે એક્શન કરે, કંઈ ન આપે ત્યાં સુધી હટે નહીં. એક સકલ નહીં હવે તો જગ્યાએ જગ્યાએ સર્કલ્સ પર બાળકો ભિક્ષાવૃત્તિ કરતા હોય અથવા તો મહિલાઓ માસૂમ બાળકને કાંખમાં બેસાડી કે કમરે બાંધીને ભીક્ષાવૃત્તિ કરતી હોય, ક્યાંક ક્યાંક વૃધ્ધો ભિક્ષાવૃત્તિ કરે મહત્તમ માટેનો વ્યવસાય જેવું બની ગયું છે. રોજીંદા સવાર પડે ને મોડી સોંજ કે રાત્રે ટ્રાફિક સિગ્નલો ચાલુ હોય ત્યાં સુધી ભિક્ષાવૃત્તિ કરતા રહે છે. વાહન ચાલકો માટે સિગ્રનલ ખૂલે અને બંધ ન થઈ જાય તે માટે કટાટ સિગ્નલ ક્રોસ કરવાની ઉતાવળ હોય છે ત્યારે ક્યારેક ભિક્ષાવૃત્તિ કરતા બાળકો કે મહિલાઓ, વૃધ્ધો ટ્રાફિક અડચણરૂપ બનતા હોય છે. ભિક્ષુકોને ઠોકર ન લાગી જાય તેનું વાહન ચાલકે પ્યાન રાખવું પડે. આવા કારણોસર પણ સિગ્નલો પર ટ્રાફિક સમસ્યા ઉદ્દભવતી રહે છે.

બે દિવસ પૂર્વે એએચટીયુના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંટ, પોલીસમેન હસમુખ બાલધા, ફુલદીપસિંહ ઝાલાએ ભાળસુરક્ષા એકમના દેવાંશીબેન ટાંકને ટીમને સાથે રાખીને ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે ભિક્ષાવૃત્તિ કરતાં પાંચ બાળકોને રેસ્ક્યુ કર્યા. તેમના વાલીઓને ભોલાવીને ઠપકો આપ્યો. હવે બાળકોને ભિક્ષાવૃત્તિ નહીં કરાવીએ તેવી લેખિત ખાતરી લીધી. સર્વશિક્ષા અભિયાન હેઠળ બાળકોને અભ્યાસની વ્યવસ્થા કરી શકાય તે માટે કાઉન્સેલિંગ કરવા બાળકો સાથે ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ બાળકોને લઈને આવવા સૂચના આપી ઉપરોક્ત બાબત અને કામગીરી બન્ને વિભાગે સારી કરી પરંતુ આટલેથી સંતોષ માણવા કે વ્યક્ત કરવાના બદલે શહેરભરમાં મુખ્ય માર્ગો પરના ટ્રાફિક સિગ્નલો પર બાળકો પાસે કરાવાની ભિક્ષાવૃત્તિનું દૂષણ અટકાવવા માટે કવાયત કરવી જરૂરી છે.

ટ્રાફિક સિગ્નલો પર પોલીસ હોય છે છતાં ટપારતી નથી

શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક પોલીસ, વોર્ડનો હોય જ છે તેઓ પણ સિગ્નલો બંધ થાય કે તુરંત બાળકો કે મહિલાઓ, વૃધ્ધ ભીક્ષાવૃત્તિ કરવા વાહનો પાસે પહોંચી જતાં હોય છે તે આંખ સામે જોતા જ હોય છે. આવા કારણોસર ક્યારેક ટ્રાફિક સમસ્યા પણ ઉદભવી હોય છે તે તે પણ જાણતા હોય છે. આમ છતાં આવા ભિક્ષુકોને ટ્રાફિક સિગ્નલો પરથી હટાવતા નથી. ક્યાંક ક્યાંક વળી ટ્રાફિક પોલીસ ક્યારેક બહું થાય તો બાળકો કે આવા ભિક્ષુકોને ટપારે છે પણ મહત્તમ જગ્યાએ તો ભિક્ષાવૃત્તિનું દૂષણ ચાલતું જ રહે છે. ટ્રાફિક પોલીસ કદાચ ન હટાવે પરંતુ સંલગ્ન પાલીસ (એએચટીયુ) ટીમને તો જાણ કરી શકે ને ?

બાળકોને પેન-પેન્સિલ આવી વસ્તુઓ આપી વેચવાના બહાને ભિક્ષાવૃત્તિ કરાવે

ટ્રાફિક સિગ્નલો પર બાળકો ખાલી હાથે ભીક્ષાવૃત્તિ કરે ને કોઈ કાંઈ આપે ન આપે માટે બાળકોને કો તો કાર્સ કે વાહનના કાચ સાફ કરવા શીખડાવાય, કાચને કપડું મારી નાણા માગે, કેટલાક બાળકો હાથમાં પેન-પેન્સિલ, કિચેઈન કે આવી વસ્તુઓ લઈને વાહનધારકો પાસે આવી, આવી ચીજો ખરીદવા કાકલુદી કે ધરાર પાછળ પડી જાય અને નાણાં લીધે પાર કરે. ભિક્ષા મંગાવનારા ઈસમો જે બાળકોને આવી વસ્તુઓ પુરી પાડતા હોઈ શકે નહીં તો બાળકોને ક્યાં ખબર હોય કે આવી વસ્તુઓ જથ્થાબંધ ક્યાં મળે ? કેટલામાં લેવી અને કેટલામાં વેચવી ? ખરેખર આવા ઈસમો સામે જ મુળમાં જઈને પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.

Share Article

Other Articles

Previous

પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો જલવો : 4 વિકેટે મેળવી શાનદાર જીત, સતત 13મી સીઝનમાં પહેલી મેચમાં મુંબઈ હારી

Next

IPLમાં ઇશાન કિશનનું શાનદાર કમબેક : સનરાઈઝર્સ હૈદરાબાદે એક જ ઈનિંગમાં લગાવ્યા 34 ચોગ્ગા-12 છગ્ગા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
14 મિનિટutes પહેલા
1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર
36 મિનિટutes પહેલા
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું: હોળી-ધૂળેટીમાં વાહન રોકી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ, જાહેરમાં રંગ ઉડાડવા-ફુગ્ગા ફેંકવાની મનાઈ
50 મિનિટutes પહેલા
45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે ફાયર NOC ફરજિયાત કરો: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ RMC કરશે સરકારને રજૂઆત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2937 Posts

Related Posts

ઉનાળામાં તમે પણ ફરવા જવાના છો ? તો જરા આ માહિતી સાથે રાખો..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બિહારના લઠ્ઠાકાંડનો મૃત્યુ આંક ક્યાં પહોંચ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દક્ષિણ કોરિયામાં જિનપિંગ સાથેની બેઠક બાદ ટ્રમ્પે ચીનને ટેરીફમાં 10% ની રાહત આપી, હવે 57 ટકાથી ઘટીને 47 ટકા થયો
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
લગ્ન માટે દોઢ લાખની જરૂર પડતાં એક બાદ એક ૧૮ બાઈક ચોર્યા !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર