Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુનો કર્યો એટલે બે દિ’માં છૂટી જશો એ તો ભૂલી જ જજો: લાં…બા કરી દેશું…!

Sun, March 23 2025

દારૂ-જુગાર-મારામારીના પાંચથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા ૧૫૦થી વધુ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચનું છેલ્લું અલ્ટીમેટમ
હવે તો જામીનનું પણ આવી બનશે: ગુનેગારે કાળી કમાણી કરીને વસાવેલી મિલકત, વાહન બધું ગુમાવવું પડશે



રાજ્ય પોલીસવડા દ્વારા ૧૦૦ કલાકની અંદર દરેક શહેર-જિલ્લાના ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ છૂટતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. રાજકોટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અનેક ગુનેગારોના ગેરકાયદે મકાન તોડવામાં આવ્યા છે તો અનેકના ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ જબદરસ્ત ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે રવિવારે સવારે આઠ વાગ્યાથી જ ૧૫૦થી વધુ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ બોલાવીને આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે ગુનો કર્યો એટલે બે દિવસમાં છૂટી જશો એ વાત હવે ભૂલી જવાની રહેશે કેમ કે હવે ગુનો કર્યો એટલે લાં…બા થવાની તૈયારી રાખવી જ પડશે.


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂ, જુગાર, મારામારી સહિતના પાંચથી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ ગુનેગારોને કચેરીમાં એકઠા કરવામાં આવ્યા હતા. આ પછી કચેરીના મેદાનમાં બધાને એકઠા કરી ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ગુનેગારોનો ક્લાસ' પણ લેવામાં આવ્યો હતો. ડીસીપીએ આકરા શબ્દોમાં ગુનેગારોની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે અહીં હાજર તમામ ગુનેગારો પાંચથી વધુ ગુના આચરી ચૂક્યા છે. અગાઉ આ લોકોના મનમાં એવું હતું કે ગુનો કરશું એટલે એકાદ-બે દિવસમાં જામીન ઉપર છૂટી જશું પરંતુ હવે આ વાત ભૂલી જવાની રહેશે કેમ કે હવે એક પણ ગુનો કર્યો એટલે એ ગુનેગારનું આખેઆખી કુંડળી કાઢવામાં આવશે અને તેના આધારે તેના મકાન, વાહન, વીજ કનેક્શન સહિતની ચકાસણી કર્યા બાદ ગેરકાયદે જણાશે એટલે તુરંત જ તેનો ખાત્મો બોલાવી દેવામાં આવશે. વાત આટલેથી જ નહીં અટકે, ગુનેગારના જામીન પડેલા વ્યક્તિ સામે પણ હવે પોલીસ કાર્યવાહી કરશે અને તેનીતપાસ’ પણ કરવામાં આવશે એટલા માટે જામીન ઉપર છૂટી જશું તે વાત ભૂલી જ જજો. આ કાર્યવાહી વખતે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઈ એ.એન.પરમાર, વી.એન.ડોડિયા, એમ.કે.મોવલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

૧૫૦માંથી માંડ ૨૦ લોકોના મકાન-વીજ કનેક્શન કાયદેસર…!
ડીસીપી દ્વારા જ્યારે ગુનેગારોને પૂછવામાં આવ્યું કે તમારામાંથી કેટલા લોકોના મકાન-વીજ કનેક્શન કાયદેસર છે ? આ સવાલનો ૧૫૦માંથી માંડ ૨૦ ગુનેગારે એવો જવાબ આપ્યો હતો કે હા, તેમનું બધું કાયદેસર છે. એટલા માટે હવે હાજર રહેલા ગુનેગારોનું એક `ડોઝીયર’ તૈયાર કરી મકાન-વીજ કનેક્શનની તપાસ કરાશે સાથે સાથે ગુનો કરતાં પકડાશે એટલે ગેરકાયદે મકાન-વીજ કનેક્શનથી હાથ ધોઈ નાખવા પડશે…!

Share Article

Other Articles

Previous

રિક્ષાગેંગે વૃદ્ધાનો ૩ લાખનો ચેઈન-રોકડ સેરવી લીધાં

Next

પતિ-પત્ની ઓર વોહ : પ્રેમિકાએ તરછોડતા બે સંતાનના પિતાનો આપઘાત 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
19 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
20 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

‘હીરામંડી’: ૧૪ વર્ષ બાદ આ એક્ટર એક્ટિંગમાં કરી રહ્યો છે પુનરાગમન
Entertainment
2 વર્ષ પહેલા
૪૨.૧. ડીગ્રીએ રાજકોટ ધખ્યુ : આજે પણ લૂ અનુભવાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
હરિયાણામાં 7 સગીરાઓ સાથે શું બન્યો બનાવ ? શું થયું ? વાંચો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
નેવીના જહાજ ઉપરથી જવાન ભેદી સંજોગોમાં છ દિવસથી ગુમ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર