“ગોલ્ડ”ને ટેરીફ નીતિની ભીતિઃ લગ્નગાળો આવશે પણ ઝવેરી બજાર હજુ ખરીદીની ચમકથી દુર, જાણો કેટલા ટચના દાગીનાનો બજારમાં માંગ
લગ્નગાળો આવશે પણ ઝવેરી બજાર હજુ ખરીદીની ચમકથી દુર: 92,000નો ભાવ, જીએસટી અને લટકામાં લેબર, પ્રસંગને લઇને ખરીદી પહોંચની બહાર: 40 તોલામાંથી 50 ટકાનો કાપ
સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી સાથે નવી ટોચ તરફ વધી રહ્યા છે.હાલમાં કમુરતાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આવતાં મહિનેથી લગ્નની શરણાઈઓ ગુંજશે, જે પૂર્વે ઝવેરી બજારમાં ખરીદી થતી હોય છે. પણ સૌનાનો ભાવ ૯૨,૦૦૦ સુધી પહોંચી ગયો હોય સોનીબજારમાં હજુ સુધી શુકનભીની ખરીદી શરૂ ન થતાં ઝવેરીઓ ચિતામાં આવી ગયાં છે.
લાંબા સમયના સર્વે બાદ ગોલ્ડના ભાવમાં ઉત્તર વધારો આવી રહ્યો હોવાથી જવેલરીની માંગમાં પણ નવી પેટર્ન માર્કેટમાં આવી છે. એક સમયે ગ્રાહકો ૨૨ કેરેટ ગોલ્ડની જવેલરી ઉપર પસંદગી ઉતારતા તે હવે ૧૪ કેરેટ અને ૧૮ કેરેટની જવેલરી લેવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ સોની બજારના વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવમાં સતત વધારાને લઈને લોકોનું બજેટ ૨૨ કેરેટ જવેલરીમાં વધી જાય છે. વધુ વજન અને વધારે ભાવ ઉપરાંત
मां बेभर….!!! અમેરિકાની ટેરીફ નીતિનાં લીધે એવી ભીતિ ઉભી થઈ છે કે, સોના- ચાંદી પરની ડ્યુટી પણ વધી શકે છે, જેના કારણે ગોલ્ડ એક્સપોર્ટ થઈ રહ્યું હોય તેની કિંમતમાં વધારો થયો છે. જવેલર્સ જણાવે છે કે, રાજકોટમાં સામાન્ય રીતે લગ્નપ્રસંગ હોય તો ૩૦૦-૪૦૦ ગ્રામ (૩૦ થી ૪૦ તોલા) સોનું ખરીદવામાં આવે છે, જે વધેલાં ભાવે ઘટીને હવે એક પ્રસંગમાં ૧૦૦-૨૦૦ ગ્રામ ખરીદી થવા લાગી છે.૬૦ ટકા ખરીદનાર વર્ગ ૧૦ થી ૨૦ તોલા જવેલરી લગ્નપ્રસનગ માટે ખરીદે છે.
મિડલ કલાસ સૌથી વધુ સોનું ખરીદે છે, ટોચએ ભાવ પહોંચતા 60 ટકા ડિમાન્ડ ઘટી
હાલ સોનાનાં ઉંચા ભાવે સોનું મીડલ કલાસની પહોંચની બહાર જઈ રહ્યું છે. ઝવેરી બજાર માટે મધ્યમવર્ગ જ સૌથી મોટો ખરીદનાર વર્ગ છે. આગામી એપ્રિલ મહિનાથી જુલાઈ મહિના સુધી લગ્ન કરવાની કૂલ બહારમાં છે તેમ છતાં સોનાના સતત વધેલા ભાવના કારણે જવેલરીની માંગ 90% થી વધારે ઘટી ગઈ છે. વર્ષ ૨૦૨૨ સોનાની કિંમતમાં બમણો વધારો થયો છે જ્યારે આવકમાં એવો વધારો નથી થયો જેથી સોનુ ખરીદવાની ૫૦ ટકા કેપેસિટી ઘટી હોવાનું તારણ છે.
22 કેરેટનાં બદલે હવે 14 અને 18 કેરેટનાં ઝવેરાત તરફ ઝોક
સોનાના ભાવ ૯૨,૦૦૦ ની સપાટી નજીક પહોંચી ગયા છે ત્યારે આ સંજોગોમાં હવે ગ્રાહકો માટે ૨૨ કેરેટના બદલે ૧૪ અને ૧૮ કેરેટની જવેલરી નવો વિકલ્પ બન્યું છે.બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન પણ આ બાબતને સમર્થન આપી રહ્યું છે કે લગ્ન પ્રસંગ માટે ગોલ્ડ પણ સો ટચ ના બદલે હવે ૪૦ અને ૭૫. ટચ સોનાના દાગીનાની ખરીદી અને પ્રાધાન્ય આપે છે. ૧૪ અને ૧૮ કેરેટનાં દાગીનાને હોલમાર્ક કરવામાં આવ્યા છે. આજના દિવસે રાજકોટની બજારમાં ૧૪ કેરેટ એક ગ્રામનો ભાવ ૫૦૦ અને ૧૮ કેરેટ ૧ ગ્રામ નો ભાવ ૬૦૫૦ છે,૪૦ ટકા ગ્રાહકો આ જવેલરીને પસંદ કરતાં થયા હોવાનું જવેલર્સ પ્રવીણ વૈદ્ય જાણાવી રહ્યાં છે.