સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-પ્રકાશ સોસાયટીને અશાંતધારામાં સામેલ કરો, નહીંતર અમે મુશ્કેલીમાં મુકાઈ જશું !!
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની સોસાયટીના રહીશો કલેક્ટર-પોલીસ કમિશનર પાસે દોડ્યા
સર્વે નં.૯૧ અશાંતધારામાં સામેલ ન હોય મુસ્લિમ પરિવારને એક મકાન વેચાઈ ગયું, બીજા વેચાવાની તૈયારી છે
અમુક વિસ્તાર અશાંતધારામાં આવે છે, અમુક ન આવતો હોય મડાગાંઠ દૂર કરવા ભારપૂર્વક રજૂઆત: બે કોર્પોરેટરોને સાથે રાખી રહેવાસીઓનું ટોળું ઉમટ્યું
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે વિસ્તારમાં રહે છે તે પ્રકાશ સોસાયટી તેમજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં થોડા સમય પહેલાં જ મુસ્લિમ પરિવારને એક મકાન વેચવામાં આવ્યું હોય ભવિષ્યમાં વધુ મકાન વેચાય તે પહેલાં આ વિસ્તારને અશાંતધારામાં સામેલ કરવા માટે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર તેમજ પોલીસ કમિશનર પાસે દોડી ગયા હતા.
રહેવાસીઓ સાથે વોર્ડ નં.૭ના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતન સુરેજા પણ રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (અઘાટ) પ્રાઈવેટ સોસાયટી શેરી નં.૪માં લોકો મોટી સંખ્યામાં રહે છે. શેરી નં.૩ અને ૫ પણ આ સોસાયટીમાં જ સામેલ છે જેમાં થોડા ઘણા મકાન સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પ્રાઈવેટ (અઘાટ) તરીકે ઓળખાય છે અને અમુક મકાન પ્રકાશ સોસાયટીના અઘાટ એરિયામાં સામેલ છે. આ તમામના દસ્તાવેજ મુજબ એરિયાનો સર્વે નં.૯૧ તેમજ ટીપી સ્કીમ રૈયા-૧ દર્શાવેલ છે.
ઉપરોક્ત ત્રણેય શેરી અશાંતધારાના કાયદા હેઠળ સામેલ થાય તે જરૂરી બની જાય છે. પ્રકાશ અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર એમ બન્ને સોસાયટી અશાંતધારામાં સામેલ છે પરંતુ ઘણા મકાન કે જે સર્વે નં.૯૧માં લાગુ પડે છે એ અશાંતધારામાં સામેલ ન હોવાથી એક-બે મકાન અન્ય જ્ઞાતિમાં વેચાઈ ગયા છે. આમ અમુક વિસ્તાર અશાંતધારામાં ન આવતો હોય ત્યાં ભવિષ્યમાં વધુ મકાન વેચાવાની શક્યતા પણ રહેલી છે. જો આમ થશે તો વિસ્તારમાં અન્ય જ્ઞાતિના લોકોની વસતી વધી જો અને આસપાસના વિસ્તારને પણ એટલી જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે