બોર્ડની પરીક્ષામાં મહત્વપૂર્ણ પેપરો પુરા: ધો.10માં ટેક્સબુક આધારીત પેપર નીકળતાં હાશકારો
ધો.10માં સોમવારે હિન્દી,ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં ગુજરાતીનું પેપર
ધોરણ 10 માં શનિવારે વિજ્ઞાનનું પેપર પૂરું થતા જ હવે પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો, હવે આવતીકાલે એક પેપર હિંદીનું બાકી છે. ધોરણ 10 માં મહત્વનું ગણાતું વિજ્ઞાનનું પેપર સહેલું નીકળ્યું હોવાથી ધાર્યા માર્ક્સ આવશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
હવે બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં છે, મહત્વના પેપરો પૂરાં થઈ ગયા છે તો બીજી તરફ રાજકોટના 20 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીની ચકાસણી શરૂ થઈ ગઈ છે.
આ વખતે વિજ્ઞાનનું પેપર સરળ અને ટૂંકું નીકળ્યું હતું, ટેક્સ બુક અને સ્વાધ્યાયપોથી માંથી મોટાભાગના પ્રશ્નો પૂછાયા હતા.
રાજકોટ જિલ્લામાં શિક્ષણ તંત્રની સઘન વ્યવસ્થાને પગલે આજ દિવસ સુધી એક પણ કોપી કેસ નોંધાયો નથી.ડી.ઇ.ઓ દ્વારા સીસીટીવી ફૂટેજનું ચેકીંગ શરૂ થયું છે.